ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે સૌ પ્રથમ રસી વેક્સિનોલોજીના પ્રોફેસરને અપાઈ - civil hospital

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ કરાવ્યો છે. પહેલા દિવસે સમગ્ર દેશમાં 3 લાખ જેટલા રસીના ડોઝ કોરોના વોરિયર્સ એવા મેડિકલ કર્મીઓને આપવામાં આવશે.

ETV BHARAT
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે સૌ પ્રથમ રસી વેક્સિનોલોજીના પ્રોફેસરને અપાઈ

By

Published : Jan 16, 2021, 4:52 PM IST

Updated : Jan 16, 2021, 8:15 PM IST

  • પહેલી રસી પ્રોફેસર નવીન ઠાકરને
  • નવીન ઠાકર છે, વેક્સિનોલોજીના પ્રોફેસર
  • ગત 30 વર્ષથી લોકોને વેક્સિન આપે છે

અમદાવાદઃ શહેર ખાતે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલના નવા ટ્રોમા સેન્ટર ખાતે રસીકરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને હાજરી આપી હતી. સૌ પ્રથમ રસી હોસ્પિટલના જ વેક્સિનોલોજીના પ્રોફેસર નવીન ઠાકરને આપવામાં આવી હતી.

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે સૌ પ્રથમ રસી વેક્સિનોલોજીના પ્રોફેસરને અપાઈ

કોરોનાના અંતની શરૂઆત

તે 30 વર્ષથી વેક્સિનના કાર્ય સાથે સંકળાયેલા છે. જે બીજાને વેક્સિન આપે છે, ત્યારે આજે શનિવારે તેમને કોરોનાની પ્રથમ વેક્સિન મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેમણે કહ્યું છે કે, હવેથી કોરોનાના અંતની શરૂઆત થઈ છે. કોરોનાની આ રસી ભલે ઈમરજન્સી ઉપયોગમાં લેવામાં આવી હોય પરંતુ તે ખૂબ સુરક્ષિત છે.

20,000 વ્યક્તિઓ પર ટ્રાયલ

રસી નિર્માણ અને વિતરણના વિવિધ તબક્કા હોય છે, તે પ્રમાણે જ કાર્ય પૂર્ણ થયું છે. ફન્ડિંગ, ટેકનોલોજી, વૈજ્ઞાનિકોના દિવસ-રાતના કામને લીધે ભારતને સ્વદેશી રસી મળી છે. રસીના કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળ્યા નથી. ભારતમાં 20,000 વ્યક્તિના ટ્રાયલ બાદ વિશ્વનું સૌથી મોટું વૈશ્વિક રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

રસીની કોઈ આડઅસર નહીં

સામાન્ય રીતે રસીની કોઈ આડઅસર નથી, પરંતુ કોઈપણ રસી લઈએ ત્યારે માથું દુઃખવું, સામન્ય તાવ જેવા લક્ષણો જોવા મળી શકે છે.

Last Updated : Jan 16, 2021, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details