- ગુજરાતનું પહેલું ભારત માતાનું મંદિર સેક્ટર 7માં બન્યું
- ભારતમાતા મંદિરમાં મૂર્તીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સેક્ટર 7માં યોજાયો
- પ્રદીપસિંહ જાડેજા અને નીતિન પટેલે આપી હાજરી
ગાંધીનગર: ગુજરાતનું પહેલું ભારત માતાનું ભવ્ય મંદિરનું ગાંધીનગર સેકટર 7માં નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ભારત માતાનું મંદિર 1 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ગૃહરાજ્ય પ્રધાન પ્રિદિપસિંહ જાડેજા અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આપી હાજરી આપી હતી. આખા ભારતમાં ભારતમાતાના ત્રણ કે ચાર જેટલા મંદિરો છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ત્રણ દિવસનો પ્રોગ્રામ યોજાયો હતો. જેનો આ પૂર્ણાહુતિ કાર્યક્રમ હતો.
2014માં મંદિરના બાંધકામની મંજૂરી આપવામાં આવી હતી
1989માં આ જગ્યાની માંગણી કરાઈ હતી, ત્યારે 1,500 વારનો પ્લોટ મળ્યો હતો. 1992 પછી પ્લોટને કોર્ડન કરાયો અને 2006માં બાંધકામ માટે નક્કી કરાયું અને એ ક્ષેત્રે કામ કરતા, 2014માં મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલના સમયે બાંધકામની મંજુરી આપી અને આ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું. પ્રાણ પ્રતિષ્ઠાના સમયે કોરોનાને કારણે આ ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોડો કરાયો હતો. વી.એચ. પી સાથે જોડાયેલા દિલીપ પટેલે કહ્યું કે, "2500 ચોરસ મીટરમાં મંદિર અંદાજિત 1 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું. ગુજરાતનું ભારત માતાનું આ પહેલું મંદિર છે".
આ પણ વાંચો :ઝવેરચંદ મેઘાણીની જન્મથી મરણ સુધીની યાદગાર પળો : રાજકવિના મુખે મેઘાણી માટે શુ હતા શબ્દો
લવ જેહાદ માટે સરકારનો કોઈ રાજકીય એન્જડા નથી
પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં કહ્યું કે, "ગુજરાતમાં વિધાનસભામાં પહેલા પણ આપણે ઘણા કાયદા લાવ્યા છે, જેમાં 33 કરોડ દેવનો વાસ છે તેવા ગૌ હત્યાનો કાયદો લાવ્યા છીએ. જેમાં કસાઈને કેદની સજા થાય છે. ગુજરાતમાં કેટલાક વી ધર્મી દ્વારા નામ બદલી, તિલક કરીને, હાથે નાળા છડી બાંધીને હિન્દૂ દીકરીઓ સાથે લગ્ન કરતા હતા અને અને જબરજસ્તી ધર્માંતરણ કરવતા હતા. તે બાદ દીકરીઓને મરવાનો વારો આવતો હતો. કેટલાક લોકો હાઈકોર્ટેમાં ગયા અને હાઇકોર્ટે ધર્મ સ્વાતંત્ર સુધારા કાયદો એટલે કે લવ જેહાદ સામે સ્ટે આપી આપ્યો હતો. આ કાયદા માટે સરકારનો કોઈ રાજકીય એન્જડા નથી પરંતુ ગુજરાતની દીકરી માટેનો આ કાયદો છે. જેથી ગુજરાત સરકાર સ્ટે સામે સુપ્રીમ કોર્ટમાં જશે. સમગ્ર દેશમાં અને ગુજરાતમાં વી.એચ.પી સારું કામ કરી રહી છે. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા હતા, ત્યારે તેમને ભગાવન રામનું મંદિર બનાવવાનું શરૂ કરી દીધું છે.
ગાંધીનગર સેકટર 7 ખાતે ભારત માતા મંદિરની ધર્મ સભામાં સુરેન્દ્ર જૈન ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વીએચપીના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈને મીડિયા સાથે લવ જિહાદના મામલે વાત કરતા જણાવ્યું હતું કે, " ગુજરાતમાં ધર્માંતરણ નહિ ચાલે. વી.એચ.પી દ્વારા લવ જેહાદ મામલે સરકારને જ્યા પણ જરૂર પડશે ત્યાં મદદરૂપ થઈશું. રામનું કામ સરળ નથી હોતું. વીએચપીનું લવ જેહાદ અને ધર્માંતરણ મામલે અવિરત કામ ચાલતું જ રહેશે. લગભગ 2023માં રામ મંદિર બનશે".