ગુજરાત

gujarat

ETV Bharat / city

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ પ્રથમ કેબિનેટ બેઠક, જુઓ કયા પ્રધાનોને કયા ખાતા મળ્યા

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની શપથવિધિ બાદ આજે બપોરે કેબિનેટ કક્ષા અને રાજ્યકક્ષાના પ્રધાનનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ સાંજે 4:30 કલાકે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેબિનેટ કક્ષા અને રાજ્યકક્ષાના પ્રધાનોને અલગ-અલગ ખાતાની કામગીરી સોંપવામાં આવી છે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ પ્રથમ કેબિનેટ બેઠક
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ પ્રથમ કેબિનેટ બેઠક

By

Published : Sep 16, 2021, 9:01 PM IST

  • શપથવિધિ બાદ તાત્કાલિક ધોરણે યોજાઈ કેબિનેટ બેઠક
  • મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં કરી ખાતાની ફાળવણી
  • પ્રથમ કેબિનેટ બેઠકમાં તમામ પ્રધાનો આપી શુભેચ્છાઓ

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની શપથવિધિ બાદ આજે બપોરે કેબિનેટ કક્ષા અને રાજ્યકક્ષાના પ્રધાનોનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ 4:30 કલાકે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેબિનેટ બેઠકની શરૂઆતમાં તમામ પ્રધાનોએ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા અને ત્યારબાદ નવા ખાતાઓની તમામ પ્રધાનોને ફાળવણી કરવામાં આવી હતી.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ

ક્યા પ્રધાનોને ક્યા ખાતા ફાળવ્યા

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સામાન્ય વહીવટી વિભાગ, વહીવટી સુધારણા અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, માહિતી અને પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ પ્રધાનોને ફાળવાયેલા ન હોય તેવા વિષયો અને વિભાગો
રાજેન્દ્ર ત્રિવેદી મહેસુલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
જીતુ વાઘાણી શિક્ષણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તથા તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક
ઋષિકેશ પટેલ આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો
પુરણેશ મોદી માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
રાઘવજી પટેલ કૃષિ-પશુપાલન, ગૌસંવર્ધન
કનુભાઇ દેસાઇ નાણા, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ
કિરીટસિંહ રાણા વન, પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી
નરેશભાઈ પટેલ આદિજાતી વિકાસ, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા
પ્રદીપ સિંહ પરમાર સામાજિક ન્યાય અને અધિકારીતા
અર્જુન સિંહ ચૌહાણ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ

રાજ્યકક્ષાના પ્રધાનો સ્વતંત્ર હવાલો

જગદીશ પંચાલ કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી
બ્રિજેશ મેરજા શ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
જીતુ ચૌધરી કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો
મનીષા વકીલ મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા
હર્ષ સંઘવી રમત, ગમત, યુવક સેવા અને સાંસ્કૃતીક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન

રાજ્યકક્ષાના પ્રધાનો

મુકેશભાઈ પટેલ કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ
નિમિષા સુથાર આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ
અરવિંદ રૈયાણી વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
કુબેરભાઈ ડીડોર ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો
કિર્તીસિંહ વાઘેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
ગજેન્દ્રસિંહ પરમાર અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો
આર. સી. મકવાણા સામાજીક ન્યાય અને અધિકારીતા
વિનોદભાઈ મોરડીયા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
દેવાભાઈ માલમ પશુપાલન અને ગૌસંવર્ધન

કેબિનેટ પ્રધાનો સાથે ખાસ વાત ચીત

રાજ્યના મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક પૂર્ણ થતા તમામ પ્રધાનો સ્વર્ણિમ સંકુલ 1માંથી બહાર આવ્યા હતા, ત્યારે ETV Bharat સાથે કેબિનેટ કક્ષાના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, તેઓને રાજ્ય સરકારમાં મહેસુલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોનું ખાતું આપવામાં આવ્યું છે, જ્યારે તેઓ આગામી સમયમાં શ્રેષ્ઠ કામગીરી પોતાના વિભાગમાં અને સમગ્ર રાજ્યમાં કરશે તેવું નિવેદન પણ આપ્યું હતું.

ભારે વરસાદ અને ઓછા વરસાદને લઈને બેઠક કરી સહાયનો નિર્ણય કરવામાં આવશે: કૃષિ પ્રધાન

ભુપેન્દ્ર પટેલની નવી સરકારમાં કૃષિ પ્રધાન તરીકે રાઘવજી પટેલે ETV Bharat સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓને કૃષિ-પશુપાલન, ગૌસંવર્ધન જેવા ખાતાઓ આપવામાં આવ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે અને ઉત્તર ગુજરાત અને અન્ય જગ્યાએ ઓછા વરસાદના કારણે જે સર્વેની પરિસ્થિતિ ઉભી થઇ છે. તેમાં અધિકારીઓ સાથે બેઠક કરીને રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં સહાય પણ જાહેર કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details