ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ અને રાજકોટ હોસ્પિટલની આગ દુર્ઘટનાનો રિપોર્ટ CMને અપાયો - UDAY SIVANAD HOSPITAL

અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાઓના સરકારે કમિશન ઓફ ઇન્કવાયરી એકટ હેઠળ નિમેલા જસ્ટીસ ડી.એ. મહેતા તપાસ પંચે પોતાનો અહેવાલ મુખ્યપ્રધાનને આપ્યો છે.

અમદાવાદ અને રાજકોટ હોસ્પિટલની આગ દુર્ઘટનાનો રિપોર્ટ CMને અપાયો
અમદાવાદ અને રાજકોટ હોસ્પિટલની આગ દુર્ઘટનાનો રિપોર્ટ CMને અપાયો

By

Published : Mar 30, 2021, 10:44 PM IST

  • જસ્ટીસ ડી.એ. મહેતા તપાસ પંચે અહેવાલ આપ્યો
  • અમદાવાદની શ્રેય, રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલનો છે રિપોર્ટ
  • કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ જીવતા સળગ્યા હતા

ગાંધીનગર: અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાઓના તપાસ અહેવાલ મુખ્યપ્રધાનને સુપ્રત કરાયો છે. રાજ્ય સરકારે કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ નિમેલા જસ્ટીસ ડી.એ.મહેતા તપાસ પંચે પોતાનો અહેવાલ મુખ્યપ્રધાનને સોંપ્યો છે. જસ્ટીસ ડી.એ. મહેતાએ ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે. જેમને અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં તપાસ કર્યા બાદ સર્જાયેલી આગ દુર્ઘટનાઓના તપાસ અહેવાલ ગાંધીનગરમાં સુપ્રત કર્યા હતા.

આ પણ વાંચોઃશ્રેય હોસ્પિટલમાં આગ કાબૂમાં લેનારા ફાયરબ્રિગેડના જવાનો ક્વોરેન્ટાઇન થયા

ઓગસ્ટ અને નવેમ્બર તપાસ પંચની નિમણૂક

ગત ઓગસ્ટ મહિનામાં અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં તેમજ નવેમ્બર માસમાં રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટના માટે તપાસ પંચની નિમણૂક કરાઈ હતી.

બન્ને હોસ્પિટલમાં નિર્દોષ જીવતા સળગી ગયા હતા

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાને લઈને 5 દર્દીઓના મોત થયાં હતા, જ્યારે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગના કારણે 8 નિર્દોષોએ પોતાનો ભોગ આપવો પડ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ CM વિજય રૂપાણીને સોંપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃશ્રેય હોસ્પિટલની આગ: દર્દીઓને બચાવવા ગયેલા પોલીસકર્મીઓમાં કોરોનાનાં લક્ષણો દેખાયા

ABOUT THE AUTHOR

...view details