ગુજરાત

gujarat

ETV Bharat / city

રૂબરૂ: કોરોના મહામારી, કર્મચારીઓને ભથ્થું, સામાજિક મુદ્દા સાથે ચૂંટણી પ્રચાર પ્રસાર થશે: સી.જે. ચાવડા - allowances to employees

કોરોનાની બીજી લહેર દરમિયાન જાહેર થયેલી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મતદાનના દસ દિવસ પહેલાં જ મોકૂફ રાખવાની જાહેરાત જ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી હતી, ત્યારે 6 સપ્ટેમ્બરના રોજ રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર કોર્પોરેશન સહિત અન્ય નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી જાહેર કરી છે.

ધારાસભ્ય સી.જે.ચાવડા
ધારાસભ્ય સી.જે.ચાવડા

By

Published : Sep 7, 2021, 7:57 PM IST

  • કોંગ્રેસ પક્ષે ત્રીજી વખત ગાંધીનગર કોર્પોરેશન ઇલેક્શનની જવાબદારી સી.જે.ચાવડાને આપી
  • વર્ષ 2011 અને વર્ષ 2015ની ચૂંટણીમાં કોંગ્રેસનો થયો હતો વિજય
  • વર્ષ 2015માં કોર્પોરેટર પ્રવીણ પટેલ રાજીનામુ આપી ભાજપમાં જોડાયા હતા

ગાંધીનગર : કોરોનાની બીજી લહેર દરમિયાન જાહેર થયેલી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મતદાનના દસ દિવસ પહેલાં જ મોકૂફ રાખવાની જાહેરાત જ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી હતી, ત્યારે 6 સપ્ટેમ્બરના રોજ રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર કોર્પોરેશન સહિત અન્ય નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી જાહેર કરી છે, ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીલક્ષી જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષે સતત ત્રીજી વખત ગાંધીનગરના ધારાસભ્ય સી. જે.ચાવડાને ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની જવાબદારી સોંપી છે.

ધારાસભ્ય સી.જે.ચાવડા

પ્રશ્ન : ગાંધીનગર ચૂંટણીમાં કેવી જવાબદારી રહેશે

કોંગ્રેસ દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની જવાબદારી ધારાસભ્ય ચાવડાને સોંપવામાં આવી છે, ત્યારે સી. જે. ચાવડાએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2010માં રાજ્ય સરકારે ગાંધીનગર મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો આપ્યો છે, ત્યારથી વર્ષ 2011માં અને 15માં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી અને આ બન્ને ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી મને જ ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી હતી, ત્યારે ફરી વખત 3 ઓક્ટોબરના રોજ યોજાનારી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ મને જવાબદારી આપવામાં આવી છે.

તમામ મુદ્દા પર પ્રજા સાથે ચર્ચા કરવામાં આવશે

મહત્વની વાત કરવામાં આવે તો કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકાના લોકોને પડેલી મુશ્કેલી જેવી કે, દવાઓનો સ્ટોક, બેડની સંખ્યા આ તમામ મુદ્દા પર પ્રજા સાથે ચર્ચા કરવામાં આવશે અને આ મુદ્દાને ધ્યાનમાં લઈને ચૂંટણીનો પ્રચાર કરવામાં આવશે, જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજ્યમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ કોવડી યાત્રા ગાંધીનગર કોર્પોરેશનમાં પણ યોજવામાં આવશે.

પ્રશ્ન : વર્ષ 2015ની ચૂંટણીમાં કોંગ્રેસની જીત, પણ સત્તામાં ભાજપ, શું હતી સમગ્ર ઘટના

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2015માં યોજાયેલી ચૂંટણીમાં 8 વોર્ડમાં કુલ 32 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં 16 બેઠક ભાજપ પક્ષ અને અને 16 બેઠક કોંગ્રેસ પક્ષને મળી હતી, પરંતુ મતદાન ટકાવારીની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષની વધુ મતદાન ટકાવારી હતી. જેથી સત્તા પર નિયમ પ્રમાણે કોંગ્રેસ પક્ષ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાપક્ષ બનવાનું હતું, પરંતુ ભૂતકાળની વાત કરતા સી. જે. ચાવડાએ આક્ષેપ કર્યા હતા કે, ભાજપ પક્ષ દ્વારા ચૂંટણીના અંતિમ બે ત્રણ દિવસોમાં સમગ્ર ઓપરેશન કરવામાં આવે છે અને જે તે ઉમેદવારો સાથે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને ગમે તે રીતે ચૂંટણીમાં વિજય મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને વર્ષ 2015માં પણ આવી જ ઘટના બની હતી અને સત્તા પક્ષમાંથી કોંગ્રેસ દૂર રહ્યું હતું.

પ્રશ્ન : નેતાઓ મોટા હોતા જ નથી, જનતા નક્કી કરે છે નેતા

અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરાની કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની કારમી હાર થઈ છે, ત્યારથી જ ગુજરાત કોંગ્રેસમાં મહત્વના બદલાવ આવી રહ્યા છે તેવી પણ વાતો વહેતી થઇ છે અને વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી તથા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામા પણ આપી દીધા હતા. ત્યારે બન્ને સ્થાન પર અનેક ધારાસભ્યોના નામોની ચર્ચા થઈ રહી છે, ત્યારે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી પણ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં જ ચૂંટણી લડશે. આ બાબતે સી. જે. ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ નેતા મોટો થતો નથી, પરંતુ જનતા વ્યક્તિને નેતા તરીકે મોટા બનાવે છે. જ્યારે કોંગ્રેસ પક્ષમાં તમામ નેતાઓ સક્ષમ છે, જ્યારે બંગાળની ચૂંટણી બાબતે પણ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપની કારમી હાર થઈ છે, ત્યારે ભાજપના ચાણક્ય એવા અમિત શાહ પણ નિષ્ફળ રહ્યા છે. આમ જનતા જ નેતાઓ નક્કી કરે છે અને જનતાથી ન જ નેતાઓ મોટા બને છે.

ABOUT THE AUTHOR

...view details