- રાજ્યભરના શિક્ષકો માટે રાહતના સમાચાર
- જેટલા કલાક કામ કરતા હતા એટલા જ કલાક શિક્ષકોને કામ કરવાનું રહેશે
- છેલ્લા કેટલાક દિવસોથી શિક્ષકોના કામના કલાકને લઈને થઈ રહી હતી ચર્ચા
ગાંધીનગર: આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. છેલ્લા 4-5 દિવસોથી ચાલી રહેલી શિક્ષકોની ડ્યુટીના સમયની ચર્ચા પર આજે પૂર્ણવિરામ મુકાયું છે. કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે શિક્ષક પહેલા જેટલા કલાક કામ કરતા હતા એટલા જ કલાક તેઓને કામ કરવાનું રહેશે. છેલ્લા 4-5 દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે શિક્ષકોઅ 8 કલાક કામ કરવું પડશે, જેને લઈને રાજ્યભરમાંથી શિક્ષકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો :રાજ્યમાં હવે વાગશે મ્યુઝિક પાર્ટી અને ડી.જે. બેન્ડ, ગૃહવિભાગ કરશે સત્તાવાર જાહેરાત