- ધાર્મીક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો
- લોકોએ કોરોના ગાઈડલાઈનનો કર્યો ભંગ
- પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
ગાંધીનગર: જિલ્લાના રાયપુર ગામમાં 4 મેના રોજ એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રાયપુર ગામમાં બળિયાદેવ મંદીર સુધી લોકોની ભીડ જોવા મળી હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેને લઈ પોલીસને જાણ થતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા ગુનો નોંધાયો હતો. પોલીસ અત્યારે લોકોની ઓળખ કરીને માસ્કનો દંડ વસૂલી રહી છે.
ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા 46 લોકોની અટકાયત કરાઈ
પોલીસે ગુનો દાખલ કરી 46 લોકોની અટક કરી હતી. લોકો ગામમાં ઢોલ, નગારા સાથે મોટી સંખ્યામાં બળિયાદેવ મંદિર સુધી પહોંચ્યા હતા. કોરોના મહામારી ચાલી રહી હોવા છતા પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા. કોરોનાની ઘાતક પરિસ્થિતિમાં પણ લોકો આ રીતે મોટી સંખ્યામાં ધાર્મિક કાર્યક્રમો કરી રહ્યા છે. જેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસનું ધ્યાન ગયું હતું અને તેમની સામે ગુનો નોંધાયો છે.
આ પણ વાંચોઃ સાણંદના નવપુરા અને નિદ્રા ગામે લોકો મંદિરમાં ઉમટ્યા, પોલીસે 23 લોકોની ધરપકડ
પોલીસની મંજૂરી વગર યોજાયો હતો ધાર્મિક કાર્યક્રમ
DySp એમ. કે. રાણાએ જણાવ્યું કે, ડભોડાના રાયપુર ગામે બળિયાદેવના મંદિર પાસે લોકો ભેગા થયા હતા. જે બદલ ગુનો દાખલ કરાયો છે. તેમજ કહ્યું કે, ઢોલ, નગારા વગાડતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. હજુ પણ લોકોની ઓળખ મેળવીને માસ્ક ના પહેરનારાની ઓળખ કરવામાં આવી રહી છે તેમજ તેમની પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી થઈ રહી છે. આ પહેલા પણ ગામમાં જાણ કરી હતી કે દરેક પ્રકારના કોરોનાને લગતા નિયમોનું પાલન કરવામાં આવે. પોલીસની કોઈ મંજૂરી વગર આ ધાર્મિક કાર્યક્રમ યોજ્યો હતો. જોકે, હાલ ગુનો નોંધાયા બાદ આગળની તપાસ ડભોડાના PSI કરી રહ્યા છે.
ધાર્મીક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો આ પણ વાંચોઃ કોરોનાકાળમાં અમદાવાદની સ્થિતિ, ધાર્મિક કામના આયોજનમાં હજારો મહિલાઓ થઇ એકઠી
અમદાવાદના સાણંદમાં પણ આવી જ ઘટના બની હતી
ઉલ્લેખનિય છે કે, અમદાવાદના સાણંદ તાલુકાના નવપુરા અને નિદ્રા ગામ ખાતે પણ લોકોની ભીડ ભેગી થઈ હતી. જેમાં 'કોરોના એ બળીયાદેવ મહારાજનો પ્રકોપ છે' તેવી માન્યતા સાથે કોરોના સંક્રમણ ઘટે તેથી ગ્રામજનોએ મંદિર ખાતે એકઠા થઈને માનતા માની હોવાની વાત સામે આવી હતી. લોકોએ સરઘસ કાઢી કોરોના નિયમોનું ઉલ્લંઘન કરતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ત્યા ગામના સરપંચ, DJ સંચાલક અને આગેવાનો સહિત કુલ 23 લોકોની ધરપકડ કરી હતી.