- 13 ઓગસ્ટના દિવસે જાહેર થશે સ્ક્રેપ પોલિસી
- મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં પીએમ મોદી વર્ચ્યુઅલ હાજરી આપશે
- ભાવનગરમાં થનારા સ્ક્રેપ સેન્ટરના થશે એમઓયુ
- કેન્દ્રીય પરિવાહનપ્રધાન નીતિન ગડકરી રહેશે ગાંધીનગરમાં
ગાંધીનગર : દેશમાં વાહનોની સંખ્યાને મર્યાદિત કરવા અને ઇલેક્ટ્રિક વાહન અને વધુમાં વધુ પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવશે. ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય પરિવહનપ્રધાન નીતિન ગડકરીની હાજરીમાં સમગ્ર દેશની પોલિસીની જાહેરાત કરવામાં આવશે ત્યારે એક ખાસ પ્રકારના એમઓયુ પણ સાઈન કરવામાં આવશે તે દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહેશે.
ભાવનગર ખાતે સ્ક્રેપ સેન્ટર શરૂ થશે
વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં ફક્ત ભાવનગરના અલંગ ખાતે જ સ્ક્રેપ સેન્ટરની શરૂઆત કરવામાં આવશે. જે સમગ્ર દેશનું પ્રથમ સેન્ટર ભાવનગર ખાતે તૈયાર કરવામાં આવશે. ત્યારે આ બાબતે ખાસ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે એમઓયુ કરવામાં આવશે. આ એમઓયુ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજર રહે તેવી માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઇ રહી છે.
દેશના 200થી વધુ ઓટોમોબાઇલ ડીલરને આમંત્રણ
રાજ્ય સરકારના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે 13 ઓગસ્ટના દિવસે જે પોલિસીની જાહેરાત થવાની છે. તેમાં સમગ્ર દેશના 200થી વધુ ઓટોમોબાઇલ ડીલરને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સ્ક્રેપ પોલિસીની જાહેરાત સમયે દેશના મહત્ત્વના ઔટોમોબાઇલ ડીલર પણ મહાત્મા મંદિર ખાતે હાજર રહેશે.
રાજ્યમાં વર્ષ 2005 પહેલાંના વાહનોની વિગતો વર્ષ 2000-2001 ટ્રાન્સપોર્ટ વાહનો 8,26,046 નોન ટ્રાન્સપોર્ટ વાહનો 47,49,994 કુલ વાહનો 55,76,040 વર્ષ 2001-2002 ટ્રાન્સપોર્ટ વાહનો 8,58,113 નોન ટ્રાન્સપોર્ટ વાહનો 51,49,856 કુલ વાહનો 60,07,969 વર્ષ 2002-2003 ટ્રાન્સપોર્ટ વાહનો 8,99,284 નોન ટ્રાન્સપોર્ટ વાહનો 56,09,086 કુલ વાહનો 65,08,370 વર્ષ 2003-2004 ટ્રાન્સપોર્ટ વાહનો 9,51,943 નોન ટ્રાન્સપોર્ટ વાહનો 61,35,597 કુલ વાહનો 70,87,640 વર્ષ 2004-2005 ટ્રાન્સપોર્ટ વાહનો 10,16,149 નોન ટ્રાન્સપોર્ટ વાહનો 68,01,123 કુલ વાહનો 78,17,272 |
નવી પોલિસીમાં પ્રદૂષણમાં થશે રાહત
કેન્દ્ર સરકારની નવી સ્ક્રેપ પોલિસીની જો વાત કરવામાં આવે તો જૂના વાહનોમાં વધુ ધુમાડો છોડવાના કારણે પ્રદૂષણમાં વધુ માત્રામાં વધારો થાય છે અને કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં પણ વધારો થાય છે. જ્યારે નવા વાહનની તુલનામાં જૂના વાહનો વધુ પ્રમાણમાં પ્રદૂષણ છોડતા હોય છે, ત્યારે આ નવી પોલિસીના કારણે 15 વર્ષ કે 20 વર્ષ જૂના વાહનો રસ્તા પરથી હટી જશે અને જેથી નવા વાહનો રોડ પર આવવાના કારણે પ્રદૂષણમાં પણ મહદંશે સુધારો થશે. જ્યારે દેશ સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને વધુ પ્રોત્સાહન મળે તેને ધ્યાનમાં લઈને પણ પોલિસી લાવીને ઇલેક્ટ્રિક વાહનો વધુ પ્રોત્સાહન આપવામાં આવશે.
રાજ્યમાં 3,29,97,291 વાહનો સ્ક્રેપમાં જશે?
કેન્દ્ર સરકારની નવી આવી રહેલ સ્ક્રેપ પોલિસી પ્રમાણે 15 વર્ષ જૂના વાહનો સ્ક્રેપમાં મોકલવાના નિયમો કરાઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી કુલ વર્ષ 2000થી વર્ષ 2005 સુધીમાં રજિસ્ટર થયેલા 3,29,97,291 વાહનો સ્ક્રેપ પોલિસી હેઠળ આવી જશે. આ ઉપરાંત એવા અનેક વાહનો ગુજરાતના શહેરોના રસ્તા ઉપર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફરી રહ્યાં છે કે જેનું રજિસ્ટ્રેશન વર્ષ 1991થી 1999 વચ્ચે થયું હોય તેવા વાહનો હજી કાર્યરત છે. ત્યારે રાજ્યમાં પાંચ કરોડથી વધુ વાહનો સ્ક્રેપમાં જાય તેવી સંભાવનાઓ નવી આવી રહેલી પોલિસીને આધીન લાગી રહી છે.