- અબ કી બાર પેટ્રોલ 100 કે પારના નારા લગાવ્યા
- સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવો અને ધરણાં કરાયા
- કોરોના હજુ છે ત્યારે સોશીયલ ડિસ્ટન્સનું પાલન ભૂલાયું
ગાંધીનગર: ગાંધીનગર કોંગ્રેસ પક્ષ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવો અને ધરણા કર્યા હતા. કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી ધરણા, પરંતુ ધારણામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ભૂલાયું હતું. મોંઘવારીએ માઝા મૂકી છે, ત્યારે અબ કી બાર પેટ્રોલ 100 કે પારના નારા લગાવ્યા હતા. આ ધરણા લાબો સમય ચાલે એ પહેલા જ એકથી દોઢ કલાકમાં પોલીસે કોંગ્રેસી નેતાઓની અટકાયત કરી હતી.
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી કોંગ્રેસે ગાંધીનગરમાં ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું આ પણ વાંચોઃજેતપુરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીને લઈને કરાયું અનોખુ વિરોધ પ્રદર્શન
પોલીસ દ્વારા કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી
પેટ્રોલ-ડીઝલ(petrol and diesel)ના કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ દ્વારા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગાંધીનગરના ધારાસભ્ય સી.જે.ચાવડા સહિતના કોંગ્રેસી નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ પેટ્રોલ-ડીઝલ(petrol and diesel)ના વધતા ભાવ મામલે અબ કી બાર 100 કે પાર અને હાય હાય મોંઘવારીના નારા લગાવ્યા હતા. એક પછી એક કોંગ્રેસી નેતાઓ આવતા અને સૂત્રોચાર કરતા મામલો ઉગ્ર બનતા પોલીસ દ્વારા કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.
પેટ્રોલ પડતર ભાવે 23 રૂપિયા પડે છે એ જ પેટ્રોલનો ભાવ 93 રૂપિયા વસૂલવામાં આવે છે
અમિત ચાવડાએ કહ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલ(petrol and diesel), તેલ, ગેસના ભાવ આસમાને છે. કંપનીઓને જે પેટ્રોલ પડતર ભાવ 23 રૂપિયા પડે છે, એ જ પેટ્રોલનો ભાવ 93 રૂપિયા વસૂલવામાં આવી રહ્યો છે. ડીઝલની પડતર કિંમત 38 રૂપિયા છે, તે પણ 85 રૂપિયાથી વધારાના ભાવે વેચવામાં આવે છે. આટલો બધો નફો કોણ ખાઈ જાય છે. અચ્છે દિન આયેંગે પરંતુ બહુ થઈ હવે મોંઘવારીની માર.
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી કોંગ્રેસે ગાંધીનગરમાં ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું લોકોને આ સમયે ઘર ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે
આ દેશની જનતા પાસેથી વોટ લીધા અને સત્તા પર બેઠા છે. ચારે તરફ કોરોનાની મહામારી છે, ત્યારે પ્રજાની મદદ કરવાની હોય, તેની જગ્યાએ મોંઘવારી વધારવામાં આવી રહી છે. લોકોને આ સમયે ઘર ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે, ત્યારે સરકાર તેમના કાર્યક્રમોમાં અને પ્રોજેક્ટમાં પૈસા ખર્ચી રહી છે. લોકોમાં તેને લઈને ઘણો આક્રોશ છે, ત્યારે કોંગ્રેસ દ્વારા જુદા-જુદા જિલ્લામાં જઇ સ્થાનિક લોકોને મળી વાચા આપવાનું કામ કરે છે.
આ પણ વાંચોઃપેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન
કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી ધરણાં પરંતુ ધારણામાં સોશીયલ ડિસ્ટન્સનું પાલન ભૂલાયું
કોંગ્રેસના નેતાઓનો વિરોધ યોગ્ય હતો, પરંતુ આ વિરોધ પ્રદર્શન માટે આવેલા નેતાઓએ દો ગજ કી દૂરીનું પાલન કર્યું નહોતું. કોરોના જાણે જતો રહ્યો હોય, તેમ આ નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સ બિલકુલ જાળવ્યું નહોતું. જેના કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે છે. વિરોધ યોગ્ય છે, પરંતુ આ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવુ પણ યોગ્ય નથી.