- 4 માસના બાળક ધૈર્યરાજસિંહને ગંભીર બિમારી
- સારવાર માટે રૂપિયા 16 કરોડ એકત્ર કરવા દેશમાં મુહિમ
- સરકાર સહિત કોંગ્રેસના ધારાસભ્ય પણ આવ્યાં બાળકની વહારે
ગાંધીનગરઃ 4 માસના બાળક ધૈર્યરાજસિંહ SMA-1 નામના રોગથી પીડાઈ રહ્યા છે. આ બાળકને બચાવવા આજે દેશ અને દુનિયામાં એક મુહિમ ઉપાડવામાં આવી છે. બાળકની સારવાર માટેનો ખર્ચ 22 કરોડ રૂપિયા થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 6 કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યાં છે.
કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડા સહિત અનેક આગેવાનો આ મુહિમમાં જોડાયા
જોકે, વિદેશમાંથી મંગાવવામાં આવી રહેલા ઇન્જેક્શન પાછળ 16 કરોડ રૂપિયાનો ખર્ચો રહેલો છે, જે માટે રાજ્ય અને દેશમાં યથાશક્તિ પ્રમાણે પોતપોતાની રીતે તમામ લોકો બાળકને બચાવવા માટે ફાળો આપી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડા સહિત અનેક આગેવાનો આ મુહિમમાં જોડાયા છે. કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડાએ MLA કવાટર્સમાં બાળકના પિતાને બોલાવીને યોગ્ય મદદ કરી છે. સાથે જ તેઓએ અપીલ કરી છે કે, તમામ ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી બાળકને બચાવવા માટેની આ મુહિમમાં જોડાવું જોઈએ.