- ગુજરાત સીરામીક ઉદ્યોગોએ ચીન સીરામીક ઉદ્યોગને પાછળ પાડ્યો
- સરકારે અગાઉ પણ સીરામીક ઉદ્યોગો માટે સીએન્જીમાં 4 રૂપિયાની સહાય આપી છે
- નવી ટેકનોલોજીથી સીરામીક ઉદ્યોગનો વધુ વિકાસ થયો
ગાંધીનગર: સિરામીક ઉદ્યોગો લો કોસ્ટ ઉત્પાદનથી વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટ સ્પર્ધા કરીને વધુ એક સપોર્ટ દ્વારા આત્મનિર્ભર ભારતની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ પાર પાડે તે અતિમહત્વનું છે. આ સંદર્ભમાં મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે, મોરબીના સિરામીક ઉદ્યોગોને ઇન્ફ્રાસ્ટ્રચર ડેવલપમેન્ટ સહિતની સુવિધાઓ વિકસાવવા અને લો-કોસ્ટ ઉત્પાદન માટે આવશ્યક સહયોગ આપવાની રાજ્ય સરકારની નેમ પણ છે.
સિરામીક ઉદ્યોગના બે નવા પ્લાન્ટનું ઇ-ખાતમૂર્હત
મુખ્યપ્રધાન રૂપાણીએ રાજ્ય સરકારે તાજેતરમાં સિરામીક ઇન્ડસ્ટ્રીઝ માટે CNG ગેસના ભાવમાં 4 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. તેની પણ વિગતો આપી હતી. સાથે જ સિરામીક ઉદ્યોગની અગ્રગણ્ય વરમોરા ગૃપના બે નવા પ્લાન્ટનું ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઇ-ખાતમૂર્હત સંપન્ન કર્યુ હતું. આ કાર્યક્રમમાં અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ વરમોરા ગૃપના પ્રકાશ વરમોરા, ભાવેશ વરમોરા અને અગ્રણીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
CMએ કાર્યક્રમાં કર્યું સંબોધન
રૂપાણીએ વયતવ્ય આપતા જણાવ્યું હતું કે, આજનો યુગ કોમ્પીટીશનનો સ્પર્ધાનો યુગ છે. ગુગલને કારણે દુનિયા નાની બનતી જાય છે. ત્યારે વિશ્વ સાથે બરોબરીમાં કોમ્પીટ કરવા સમયની સાથે પરિવર્તનો પણ આવશ્યક છે. સિરામીક ઉદ્યોગોએ સૂઝબૂઝની પોતાની આગવી ખૂમારીથી સ્વબળે નવી ટેકનીક વિકસાવી ઉદ્યોગ-ધંધાનો વ્યાપ વિસ્તાર્યો છે. ખાસ કરીને મોરબીના સિરામીક ઉદ્યોગે ચાઇનાને હંફાવીને વર્લ્ડ સિરામીક માર્કેટમાં પોતાની આગવી ઇમેજ ઊભી કરી છે અને કબજો મેળવ્યો છે.