- જીનેટિક ફેરફાર થવાના કારણે 4 વેરિયન્ટ જોવા મળ્યા
- વાઇરસનું સ્વરૂપ પણ બદલાતા નવા વેરિયન્ટ આવે છે સામે
- જુદા જુદા વેરિયન્ટના સેમ્પલ લઇને તપાસ કરાઈ રહી છે
ગાંધીનગર : કોરોનાની બીજી લહેર શાંત થઇ છે. ત્યારે કોરોના વાઇરસના કેટલાક વેરિયન્ટ અલગ અલગ જોવા મળ્યા છે. ત્યારે આ વેરિયન્ટ પણ ચિંતાનો વિષય બની રહ્યા છે. ત્યારે જ્યાં પણ આ પ્રકારે દર્દીઓ જોવા મળે છે. તેના સેમ્પલ લઇને તપાસ કરવામાં આવી રહી છે. આ સંદર્ભે આરોગ્ય અગ્ર સચિવે કેટલીક મહત્વની જાણકારી આપી હતી.
કપ્પા વેરિયન્ટ હજુ ઘાતકી સાબિત થયો નથી, તેના પર નજર રાખવામાં આવી રહી છે : આરોગ્ય અગ્ર સચિવ જૂજ સખ્યામાં જ કપ્પા વેરિયન્ટના કેસ મળ્યા છે
આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, કોવિડ 19ના વેરિયન્ટ કેટલાક ઘાતકી છે. વેરિયન્ટ નક્કી કરવાનું કામ WHO કરે છે. અત્યારે 4 વેરિયન્ટ મળ્યા છે. જેમાં ડેલ્ટા, આલ્ફા, બીટા અને ગામાં આ 4 નવા મુખ્ય વેરિયન્ટ છે. ડેલ્ટા વેરિયન્ટ અગાઉના વાઇરસ કરતા વધારે અસરકર્તા છે. કપ્પા વેરિયન્ટ વધુ ઘાતકી સાબિત થયો નથી ઓરિજન ડેલ્ટામાં ફેરફાર થયા બાદ આ વેરિયન્ટ બન્યો છે. તેમાં પણ ખાસ કરીને જૂજ સખ્યામાં જ કપા વેરિયન્ટ મળ્યા છે. જેથી તેની પર નજર રાખવામાં આવી રહી છે.
કોરોના હજુ સુધી ગયો નથી સાવચેતી રાખવી જરૂરી
આરોગ્ય અગ્ર સચિવે કહ્યું કે, રાજ્ય સરકારે દરેક પ્રકારની પૂરતી કાળજી રાખી રહી છે. જેમાં અત્યારે મળેલા કેસોમાં કપા વેરિયન્ટની ઘાતકતા ઓછી છે. કોરોના હજુ ગયો નથી. લોકોએ એટલી જ સાવચેત રાખવાની જરૂર છે. વડોદરા GMERSમાં રેગીંગ બાબતે કહ્યું કે, તપાસના આદેશ આપ્યા છે, જે કોઈ પણ કસૂરવાર હશે તેના પર પગલાં લેવામાં આવશે.