ગાંધીનગર : નોવેલ કોરોના વાઇરસના કારણે સમગ્ર દેશ લોકડાઉન છે, તમામ રોજગાર ધંધા બંધ છે ત્યારે રાજ્યના ખેડૂતો પર મુસીબતનું આભ ફાટી પડ્યું છે, ખેડૂતોએ જે ટૂંકા ગાળાનો ધીરાણ લીધું હોય તે 31 માર્ચ સુધીમાં ભરી દેવાનું હોય છે પરંતુ જે રીતે લૉક ડાઉન જાહેર થયું તેને ધ્યાનમાં લઈને રાજ્યના કૃષિપ્રધાનને કિસાન સંઘ દ્વારા ખેડૂતો વતી રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ધીરાણ પરત કરવાની સમય મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યના ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારે પાક ધીરાણની રકમ પરત ભરવાની મુદત 31 મે કરી: નીતિન પટેલ - નાયબ સીએમ નિતીન પટેલ
લૉકડાઉન જાહેર થયું તેને ધ્યાનમાં લઈને રાજ્યના કૃષિપ્રધાનને કિસાન સંઘ દ્વારા ખેડૂતો વતી રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ધીરાણ પરત કરવાની સમય મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

આ બાબતે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ છે કે કિસાનોના હિતને વરેલી રાજય સરકાર કપરા સમયમાં કાયમ માટે ખેડૂતોના પડખે ઉભી રહી છે. પ્રવર્તમાન કોરોના વાઇરસની ગંભીર પરિસ્થિતિમાં ખેડૂતોના તૈયાર પાકનું વેચાણ હાલ બંધ છે. તેથી ખેડૂતો રોકડ રકમના અભાવના કારણે બેંકમાંથી લીધેલ ધીરાણ પરત ભરી શકતા નથી અને બેંકો દ્વારા ખેડૂતોને નોટિસ મળે છે. તેને મદદરૂપ થવા માટે ખેડૂતોએ રાષ્ટ્રીયકૃત અને જિલ્લા સહકારી બેંકો દ્વારા જે ટૂંકી મુદતનું ધીરાણ લીધુ હતું તે ભરપાઇ કરવાની તારીખ 31.03.2020 હતી તે લંબાવીને હવે 31.05.2020 કરાઇ છે.