ગાંધીનગર : સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 8મી કેબિનેટની બેઠકમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા, નવી ખાનગી કોવિડ હોસ્પિટલ ઊભી કરવા અંગેની ચર્ચા સાથે જે ખાનગી હોસ્પિટલ કોવિડ માટે બેડ આપવા તૈયાર નથી તેની સામે કેવાં પગલાં ભરવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
લૉકડાઉનમાં 8મી વખત વીડિઓ કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજાઇ - Cabinet Meeting
લૉકડાઉનની વચ્ચે આજે ફરી વખત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્ય પ્રધાનમંડળની સતત 8મી વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક યોજાઈ હતી.
![લૉકડાઉનમાં 8મી વખત વીડિઓ કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજાઇ લૉક ડાઉનમાં 8મી વખત વિડીઓ કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજાઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7273605-thumbnail-3x2-cabinet-7204846.jpg)
લૉક ડાઉનમાં 8મી વખત વિડીઓ કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજાઇ
લૉક ડાઉનમાં 8મી વખત વિડીઓ કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજાઇ
જ્યારે રાજ્યમાં ઊનાળા દરમિયાન પીવાના પાણીની સ્થિતિ, આગામી ચોમાસાના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. આજની બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તેમ જ ઊર્જાપ્રધાન સૌરભ પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ગાંધીનગર મુખ્યપ્રધાનના નિવાસસ્થાનેથી અને અન્ય પ્રધાનો સંબંધિત જિલ્લા મથકોએ કલેકટર કચેરીથી આ વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠકમાં સહભાગી થયાં હતાં.