- કાલથી બે દિવસ માટે ચોમાસુ સત્ર શરૂ થશે
- આજે સાંજે 6 વાગે મળશે બેઠક
- નવા પ્રધાનો વિપક્ષનો કરશે સામનો
ગાંધીનગર : આવતીકાલે વિધાનસભાનું ચોમાસુ સત્ર બે દિવસ માટે શરૂ થશે. સોમવાર અને મંગળવાર એમ બે દિવસ માટે આ સત્ર ચાલશે. જો કે, આ પહેલા જુના પ્રધાનો દ્વારા સત્રમાં જે રીતે વિપક્ષનો સામનો કરાતો હતો, તેમાં નવા પ્રધાનો કઈ રીતે સામનો કરશે એ પણ મહત્વનું રહેશે.
બે દિવસમાં સત્રનો સામનો કરવા માટે ભાજપ રણનિતી ઘડવા સજ્જ બની
વિધાનસભાના બે દિવસમાં સત્રનો સામનો કરવા માટે ભાજપ રણનિતી ઘડવા સજ્જ બની છે. આજે ધારાસભ્યની બેઠક યોજાવાની છે. જેમાં વિપક્ષના આરોપોનો સામનો કરવા શું કરવું તે અંગે રણનીતિ ઘડવામાં આવશે. જો કે, રણનીતિ ઘડવા માટે નવી સરકાર માટે પડકારરૂપ રહેશે. બે દિવસીય સત્રમાં સરકારની કોરોનામાં નિષ્ફળતા અને તૌકતે વાવાઝોડાની સહાય, મોંઘવારી વધતાં પેટ્રોલ-ડીઝલના ભાવ, વર્તમાન કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.