ગુજરાત

gujarat

ETV Bharat / city

કેન્દ્ર સરકારમાં ભાજપના 8 વર્ષ પૂર્ણ થતાં ભાજપ હરખમાં, હવે યોજશે વિવિધ કાર્યક્રમો - Double Engine Government

ભાજપે કેન્દ્ર સરકારમાં આઠ વર્ષ પૂર્ણ કર્યા (BJP completes eight years in central government) છે. તેવામાં ભાજપ આગામી 15 દિવસ સુધી રાજ્યમાં જુદા જુદા કાર્યક્રમો (BJP will arrange Program in Gujarat) યોજશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે આ અંગે માહિતી આપી હતી.

કેન્દ્ર સરકારમાં ભાજપના 8 વર્ષ પૂર્ણ થતાં ભાજપ હરખમાં, હવે યોજશે વિવિધ કાર્યક્રમો
કેન્દ્ર સરકારમાં ભાજપના 8 વર્ષ પૂર્ણ થતાં ભાજપ હરખમાં, હવે યોજશે વિવિધ કાર્યક્રમો

By

Published : Jun 2, 2022, 10:56 AM IST

ગાંધીનગરઃ ભાજપની કેન્દ્ર સરકારને સત્તા સંભાળ્યાંના 8 વર્ષ પૂર્ણ (BJP completes eight years in central government) થયા છે. ત્યારે ભાજપે આ અંગેની ઉજવણી શરૂ કરી છે. તો આગામી 15 દિવસ રાજ્યમાં જુદા જુદા કાર્યક્રમો (BJP will arrange Program in Gujarat ) થશે. આ 8 વર્ષ દરમિયાન ભાજપે કરેલા કાર્યો અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે લોકોને આપી હતી.

CM અને પ્રદેશ અધ્યક્ષે આપી માહિતી

આઠ વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારની મહત્વની યોજનાઓ અને કાર્યો

  • આયુષ્માન ભારત યોજનામાં (Ayushman Bharat Yojana) 1.18 લાખ સેન્ટર ઊભા કરાયા. 18 કરોડ જેટલા આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા. તેમાં 3.5 કરોડ લોકોની સારવાર વિનામૂલ્યે કરવામાં આવી.
  • કોરોનાની વૈશ્વિક મહામારીમાં 190 કરોડથી વધુ કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા
  • પ્રધાનમંત્રી જનધન યોજનામાં 45.21 કરોડ ખાતા ખૂલ્યા
  • પ્રધાનમંત્રી સ્વ-નિધિ યોજનામાં 31.90 લાખ લોન મંજૂર કરવામાં આવી
  • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (Pradhan Mantri Garib Kalyan Anna Yojana) હેઠળ દેશના 80 કરોડ લોકોને અનાજ અપાયું
  • વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ 2.5 કરોડ લોકોને લાભ મળ્યો
  • દેશભરમાં 11 કરોડ શૌચાલયનું નિર્માણ કરાયું
  • પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં 1.34 કરોડ યુવાઓને તાલીમ અપાઈ
  • જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી
  • ત્રિપલ તલાક કાયદો રદ કરાયો
  • ઊજાલા યોજના હેઠળ 36 કરોડ LED બલ્બનું વિતરણ
  • કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 12 કરોડ ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા જમા થયા
  • ઉજ્જ્વલા યોજના અંતર્ગત 12 કરોડ મહિલાઓને ગેસ સિલિન્ડર અપાયા
  • જલ જીવન મિશન અંતર્ગત 6.30 કરોડ ઘરોમાં નલથી પાણી પહોંચાડયું
  • પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં 2.5 કરોડ ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી માતાઓને 10,000 કરોડની સહાય
  • પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં 10.25 કરોડ અરજીઓ મંજૂર
  • પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં 2.55 કરોડ અને શહેરી વિસ્તારમાં 58 લાખ ઘરોનું બાંધકામ
  • એક રાષ્ટ્ર એક કર અંતર્ગત GSTનું અમલીકરણ
  • રશિયા યૂક્રેન યુદ્ધમાંથી ઓપરેશન ગંગા અંતર્ગત 23 હજાર ભારતીયોને સ્વદેશ લવાયા
  • નમામિ ગંગે પ્રોજેક્ટ અંતર્ગત 31,000 કરોડ રૂપિયાના ખર્ચે 364 પ્રોજેક્ટને મંજૂરી અને 183 પ્રોજેક્ટ પૂર્ણ

સફળતાનાં 8 વર્ષ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે

  • 1 થી 15 જૂન દરમિયાન કેન્દ્ર અને રાજ્યના પ્રધાનો દરેક જિલ્લામાં સભાને સંબોધન કરશે
  • 2, 3 જૂને જિલ્લામાં જિલ્લા પ્રમુખ, સાંસદ અને ધારાસભ્યો દ્વારા પત્રકાર પરિષદ યોજાશે
  • 5 જૂને પર્યાવરણ દિવસે કિસાન મોરચા દ્વારા છોડ વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ
  • 6 જૂને ભાજપ મહિલા મોરચા દ્વારા મંડળસહ મહિલા સંમેલન, આંગણવાડી બહેનોનો સંપર્ક સ્વસહાય જૂથ તેમ જ લાભાર્થી સંપર્ક
  • 7 જૂને અનુસૂચિત જાતિ મોરચા દ્વારા યુવાનો અને લાભાર્થી સંપર્ક
  • 8 જૂને અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા લાભાર્થી સંપર્ક અને ગામડા તથા શહેરોમાં ખાટલા બેઠક
  • 9 જૂને OBC મોરચા દ્વારા લાભાર્થી સંપર્ક, પત્રિકા વિતરણ અને ખાટલા બેઠક
  • 10 જૂને પ્રબુદ્ધ નાગરિક સંમેલન જેમાં લેખકો, પત્રકારો, શિક્ષકો અને ઉદ્યોગકારો સાથે મિટિંગ
  • 11 જૂને શહેરી ગરીબોનો સંપર્ક અને લાભાર્થી સંપર્ક
  • 12 જૂને નવા મતદારોનો સંપર્ક
  • 13 જૂને ભાજપના ડોકટર સેલ દ્વારા કુપોષિત બાળકોનું હેલ્થ ચેકઅપ
  • 14 જૂને યુવા મોરચા દ્વારા દરેક જીલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રેલી
  • 15 જૂને જે જિલ્લામાં સભા બાકી હશે ત્યાં સભા કરાશે

ડબલ એન્જીનની સરકાર -આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ શાસન ચલાવનાર નહીં, પરંતુ બદલાવ લાવનારી સરકાર છે. કેન્દ્રમાં અને ગુજરાતમાં બંને ભાજપની સરકાર છે. આ ડબલ એન્જિનની સરકાર (Double Engine Government) છે.

ABOUT THE AUTHOR

...view details