- જનતા વચ્ચે રહેવા ભાજપ પક્ષ સમયાંતરે યોજી રહી છે યાત્રાઓ
- વર્ષ 1988-89માં પ્રથમ વખત કરાઈ હતી યાત્રા
- આદિવાસી સમાજ, ખેડૂતો, મજૂરોના પ્રશ્નો બાબતે કરાઈ હતી યાત્રાઓ
ગાંધીનગર: ગુજરાત (gujarat)માં વિધાનસભા (assembly elections)નું ઇલેક્શન હોય અથવા તો કોર્પોરેશનનું ઇલેક્શન (corporation election) હોય અથવા તો ગ્રામ પંચાયતનું ઇલેક્શન (gram panchayat election) હોય આ તમામ ચૂંટણીઓ (elections)ને ધ્યાનમાં લઈને ભાજપ (bjp) પક્ષ દ્વારા યાત્રાઓનું અને અનેક જનસંપર્ક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે ભાજપ પક્ષમાંથી મળેલી માહિતી પ્રમાણે ભાજપ પક્ષે સૌપ્રથમ વખત વર્ષ 1989માં ગુજરાતમાં યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં કોંગ્રેસની સરકાર (congress government)માં મજૂરોને વેતન પ્રાપ્ત થતું ન હતું તેને ધ્યાનમાં લઈને જનસંઘ (jan sangh) અને ભાજપ દ્વારા યાત્રાનું આયોજન કરીને લોકોનો વિશ્વાસ જીતવા માટેનો પ્રથમ પ્રયત્ન થયો હતો.
યાત્રાઓ જ રાજકીય પક્ષોનું ભવિષ્ય નક્કી કરે છે
ભાજપની યાત્રા બાબતે etv ભારત દ્વારા ભાજપના પ્રવક્તા (BJP spokesperson) એવા યમલ વ્યાસ અને યગ્નેશ દવેનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ બન્ને પ્રવક્તાઓએ ફોન રિસીવ કર્યા ન હતા. રાજકીય પક્ષો (political parties)ની યાત્રાને લઇને રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે etv ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, યાત્રાઓ જ રાજકીય પક્ષોનું ભવિષ્ય નક્કી કરે છે. યાત્રાઓ દરમિયાન લોકોના અને જનતાના અભિપ્રાયો અને ફીડબેક તો મળતા રહે છે, જ્યારે વધુમાં વાત કરવામાં આવે તો કોરોનાની બીજી લહેર (corone second wave) બાદ કેન્દ્ર સરકારના નવા પ્રધાનો દ્વારા ગુજરાતમાં આશીર્વાદ યાત્રા યોજવામાં આવી હતી, જેમાં કોરોનાની પરિસ્થિતિ બાબતે ખાસ મુદ્દો મધ્યમાં રાખવામાં આવ્યો હતો. આ યાત્રામાં રૂપાણી સરકારનો નેગેટિવ રિસ્પોન્સ પ્રાપ્ત થયો હોવાની પણ વાત હતી, જેને લઈને જ ગુજરાતમાં અંતિમ સમયે રૂપાણી સરકારનું વિસર્જન કરીને ભુપેન્દ્ર પટેલની નવી સરકાર તૈયાર કરવામાં આવી છે.
ન્યાય યાત્રા
કોંગ્રેસની સરકારમાં રાજ્યમાં મજૂરોને પ્રમાણસર વેતન પ્રાપ્ત થયું નહોતું જેને લઈને જનસંઘ અને ભાજપ દ્વારા વર્ષ 1988-89માં પ્રથમ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગ્રામ વિકાસ યાત્રા
વર્તમાન સમયમાં ગ્રામ પંચાયતના ઇલેક્શન આવી રહ્યા છે ત્યારે ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
સોમનાથ અયોધ્યા યાત્રા
કહેવત છે કે સોમનાથથી યાત્રા શરૂ કરી હોય તેનું પરિણામ સારું જ આવે છે, ત્યારે અયોધ્યા રામમંદિર માટેની પ્રથમ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાલ કૃષ્ણ અડવાણી પણ હાજર હતા.
એકતા યાત્રા
એકતા યાત્રાનું આયોજન રાષ્ટ્રીય કક્ષાએ હતું. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરવામાં આવી હતી, જેમાં તાત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી સાથે મુરલીમનોહર જોષી હાજર રહ્યા હતા. આ યાત્રા દરમિયાન પીએમ મોદીએ કાશ્મીરમાં ત્રિરંગો ફરકવાયો હતો.
સ્વામી વિવેકાનંદ યુવા યાત્રા
રાજ્યના યુવાઓમાં વિવેકાનંદના ગુણો ઉતરે. વિવેકાનંદની જીવન જીવવાની શૈલીની જાણકારી મળે તે હેતુથી યુવાઓને આકર્ષિત કરવા માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્યામજી કૃષ્ણ વર્મા
સાઉથ આફ્રિકાના જીનીવામાં તેમના અંતિમ સંસ્કાર બાદ અસ્થિઓ પડ્યા હતા, જે ગુજરાતમાં લાવવામાં આવ્યા અને ત્યારબાદ યાત્રા કરવામાં આવી હતી, જેમાં અસ્થિ કુંભ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે કચ્છમાં ખાસ મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે.
સ્વર્ણિમ ગુજરાત યાત્રા
તાત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના વિકાસમાં કરેલા તમામ કાર્યો અને વિકાસના મુદ્દે સમગ્ર રાજ્યમાં સ્વર્ણિમ ગુજરાત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કન્યા કેળવણી યાત્રા
ગુજરાત રાજ્યની દીકરીઓને-કન્યાઓને સરકારી યોજનાઓનો લાભ મળે અને સરકારી યોજનાઓથી દીકરીઓને શું ફાયદો થશે તેની જાણકારી અને સરકારી કામકાજ અને સેવાઓનો પ્રચાર-પ્રસાર કરવા માટે કન્યા કેળવણી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કૃષિ યાત્રા
ગુજરાતના ખેડૂતો પોતાની જમીનમાં સારું પાક ઉત્પાદન મેળવી શકે તે માટે રાજ્યના વૈજ્ઞાનિકો દ્વારા રાજ્ય સરકારે લેબોરેટરીથી લેન્ડ સુધીના કન્સેપ્ટ સાથે સારું ઉત્પાદન ખેડૂતો મેળવી શકે તે હેતુથી ખેડૂતો માટે કૃષિ યાત્રાનું આયોજન કર્યું હતું.