- કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા
- 21 ઓક્ટોબરથી શરૂ થવાની હતી ટેકાના ભાવે મગફળીની ખરીદી
- હવે ટેકાના ભાવે મગફળીની ખરીદી 5 દિવસ બાદ શરૂ થશે
- કૃષિ પ્રધાન આર. સી. ફળદુએ નિવેદનમાં જણાવ્યું
ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આજે બુધવારે રાજ્યમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચાલુ વર્ષે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકયો છે. ત્યારે વરસાદથી ખેડૂતોને પણ ઘણું નુકસાન થયું છે. આ નુકસાન બાબતે રાજ્ય સરકારે ખેડૂતો માટે ખાસ પેકેજની જાહેરાત પણ કરી હતી. જેમાં કુલ 15,07,598 ખેડૂતોએ સહાય માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ તમામ અરજીની અત્યારે ખરાઈ કરાઈ રહી છે. જ્યારે 32, 62, 215 ખેડૂતોને તેમના ખાતામાંથી રૂ 256 કરોડ 29 લાખ 49 હજાર 20 જિલ્લાના ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ બાકી રહેતા ખેડૂતો અરજી કરી શકે છે અને નુકસાન થનારા તમામ ખેડૂતો લાભ લે તેવી અપીલ પણ રાજ્યના કૃષિ પ્રધાન આર. સી. ફળદુએ કરી હતી. આ ઉપરાંત 31 ઓક્ટોબર સુધી ખેડૂતે કરેલી સહાય અરજીની વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ રહેશે.