- એક વર્ષ અગાઉ પેરોલ પર છૂટ્યો હતો આરોપી
- કલોલથી ઝડપાયેલા આરોપીને સાબરમતી જેલમાં ધકેલ્યો
- બાતમીના આધારે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો
ગાંધીનગર: કલોલમાં રહેતા ભરત દેસાઈને ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ 2 દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ખૂનના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફરમાવામાં આવી હતી. અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી એક વર્ષથી પેરોલ રજા પર ઉતર્યો હતો. પરંતુ આરોપી મુદત અંદર જેલમાં હાજર થયો નહોતો. ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ 2 એ આરોપીની શોધખોળ કરી તેમજ પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લતીફ ગેંગના સાગરીતની ધરપકડ કરી
કેદીને પકડી ફરી સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો
ગાંધીનગર પોલીસ મહાનિરીક્ષક અભય ચૂડાસમા, જિલ્લા પોલીસ અધિકારી મયુર ચાવડા દ્વારા પેરોલ જંપ કરી નાસતા ફરતાં આરોપીને પકડી પાડવા સૂચના આપી હતી.
પોલીસ ઇન્સ્પેકટર એચ.પી. ઝાલા, એલ.સી.બી.2, PSI એસ.પી. જાડેજા, PSI પી.ડી. વાઘેલા તેમજ અન્ય સ્ટાફ દ્વારા જુદી જુદી ટીમ બનાવવામાં આવી હતી. આ દરમિયાન એ.એસ.આઇ. દિલીપસિંહ બાતમી મળી અને તેમને આરોપીને ઝડપી પાડયો હતો. આરોપી પાકા કામનો કેદી હોવાથી એક વર્ષ અગાઉ પેરોલ પર છૂટ્યો હતો. જે બાદ પોલીસે તેને કલોલથી પકડીને જેલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો:ચીકલીગર ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડયો