15મી ઓગસ્ટની ઉજવણીમાં રાજયકક્ષાના કાર્યક્રમમાં 150, જિલ્લામાં 100 અને ગ્રામ્યકક્ષાએ 50 આમંત્રિતો હાજર રહેશે - ઈટીવી ભારત ગુજરાત
કોવિડ 19ની પરિસ્થિતિની વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ૧૫મી ઓગસ્ટની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી છે. જેના ભાગરૂપે રાજ્યકક્ષાના 15 મી ઓગસ્ટની ઉજવણીનો કાર્યક્રમ ગાંધીનગરના સેન્ટર ખાતે યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં ફક્ત ૧૫૦ જેટલા લોકોને જ આમંત્રણ આપવામાં આવશે. જ્યારે તાલુકાકક્ષાએ 100 વ્યક્તિ અને ગ્રામ્યકક્ષાએ ૫૦ જેટલા વ્યક્તિઓને હાજર રાખવાનો આદેશ રાજ્ય સરકારના વહીવટી વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. આ અંગેનો વિશેષ અહેવાલ etv ભારતએ અગાઉ 2 દિવસ પહેલાં જ રજૂ કર્યો હતો.
![15મી ઓગસ્ટની ઉજવણીમાં રાજયકક્ષાના કાર્યક્રમમાં 150, જિલ્લામાં 100 અને ગ્રામ્યકક્ષાએ 50 આમંત્રિતો હાજર રહેશે 15મી ઓગસ્ટની ઉજવણીમાં રાજયકક્ષાના કાર્યક્રમમાં 150, જિલ્લામાં 100 અને ગ્રામ્યકક્ષાએ 50 આમંત્રિતો હાજર રહેશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8256418-thumbnail-3x2-celebration-7204846.jpg)
ગાંધીનગર : કોરોનાવાયરસની પરિસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા 15મી ઓગસ્ટની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે યોજાનારા કાર્યક્રમમાં ગાર્ડ ઓફ ઓનર આપીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પ્રવચન અને ત્યારબાદ રાષ્ટ્રગાન બાદ કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવશે અને ગણતરીના કલાકમાં જ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે. જયારે જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં પણ પરિપત્રમાં ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાલુકાકક્ષાના કાર્યક્રમમાં ૧૦૦ જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવશે જ્યારે ગ્રામપંચાયત કક્ષાએ 50 લોકોને જ કાર્યક્રમમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.