ગુજરાત

gujarat

ETV Bharat / city

પૂજારીઓએ ખેડૂતનો દરજ્જો આપવા સરકાર સમક્ષ મૂકી માગ, મંદિરોમાં પૂજા ન કરવાની આપી ચિમકી - satyagrah chhavani gandhinagar

રાજ્યભરના મંદિરોના પૂજારીઓએ હવે સરકાર સામે બાંયો (temple priest protest) ચડાવી છે. તેમણે પોતાને ખેડૂતોનો દરજ્જો આપવાની માગ સરકાર સમક્ષ (Gujarat government) મૂકી છે. જો આ માગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં મંદિરોમાં પૂજા નહીં કરવામાં આવે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.

પૂજારીઓએ ખેડૂતનો દરજ્જો આપવા સરકાર સમક્ષ મૂકી માગ, મંદિરોમાં પૂજા ન કરવાની આપી ચિમકી
પૂજારીઓએ ખેડૂતનો દરજ્જો આપવા સરકાર સમક્ષ મૂકી માગ, મંદિરોમાં પૂજા ન કરવાની આપી ચિમકી

By

Published : Oct 7, 2022, 10:46 AM IST

ગાંધીનગરગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) નજીક છે. ત્યારે અનેક સરકારી કર્મચારીઓના આંદોલન હોય કે, ખેડૂતના અથવા તો સરકારી નોકરી મેળવવા માટેનું આંદોલન હોય, પરંતુ ગાંધીનગરમાં હવે એક નવા આંદોલનની ચીમકી આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય ત્રિપાંખ સાધુ સમાજ સંગઠને (Shree Gujarat State Tripankh Sadhu Samaj Sangathan) પોતાને ખેડૂતોનો દરજ્જો આપવામાં આવે તેવી માગ સરકાર (Gujarat government) સમક્ષ મૂકી છે. જો માગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મંદિરોમાં પૂજા નહીં કરવામાં આવે તેવી પણ ચિમકી આપી હતી.

આ ચિમકી આપીઑલ ગુજરાત જનસમાજના પ્રમુખ (All Gujarat Jan Samaj) વૈકુંઠગિરિ ગોસ્વામીએ ચિમકી આપતા જણાવ્યું હતું કે, વર્ષ 1947 પહેલા ગુજરાતમાં વસવાટ કરતા રાજા મહારાજાઓએ મંદિરના પૂજારીઓને (temple priest protest) ખેતીની જમીન દાનમાં (Agriculture Land Donation) આપી હતી, જેમાં અત્યાર સુધી ખેતી કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર (Gujarat government) દ્વારા ખેડૂતનો હક આપવામાં આવ્યો નથી. આ બાબતે રાજ્ય સરકારને અનેક વખત લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ આ લેખિત રજૂઆતનો પણ ઉકેલ આવ્યો નથી.

તમામ ધર્માદાની જમીન

સરકાર વહેલી તકે રજૂઆત સાંભળે નહીં તો પૂજા નહીં થાય ત્યારે રાજ્ય સરકાર વહેલીમાં વહેલી તકે આ લેખિત રજૂઆતને ધ્યાનમાં લઈને ખેડૂતો તરીકેનો અમને દરજ્જો આપવામાં આવે તેવી માગ સાથે આજે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી (satyagrah chhavani gandhinagar) ખાતે આંદોલન ની શરૂઆત કરી હતી અને જો રાજ્ય સરકાર (Gujarat government) માગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં રાજ્યના શિવમંદિર અને રામ મંદિરમાં પૂજા આરતી નહીં થાય તેવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

તમામ ધર્માદાની જમીનગુજરાત રાજ્ય ત્રિપાંખ સાધુ સમાજ સંગઠન (Shree Gujarat State Tripankh Sadhu Samaj Sangathan) દ્વારા રાજ્ય સરકારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે, વર્ષ 1997થી આજ દિન સુધી અમને ખેડૂતના હક આપવામાં આવ્યા નથી. આ બાબતે સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. જ્યારે રાજ્યના મંદિરો તેમજ ધર્મસ્થાનો સાથે જોડાયેલી ખેતીની જમીનો જે રેમન્યૂ પરિભાષામાં દેવસ્થાન અથવા તો ધર્માદાની જમીન તરીકે ઓળખાય છે. આ જમીનોના અમે વંશ પરંપરાગત મંદિરના પૂજારીઓ ખેતી કરતા આવ્યા છીએ અને કાર્ય પણ છીએ તેમ છતાં પણ સરકાર અમને ખેડૂત ગણતી નથી.

સરકારને લેખિત રજૂઆત

વિવિધ માગણી રજૂઆતમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાથી જ ખેડૂતે તેની જમીનનું સૂત્ર અમલમાં છે અને એ સંદર્ભે જુદા જુદા કાયદા પણ બન્યા છે અને સુધારા પણ થયા છે. ત્યારે દરેક કાયદામાં કોઈ પણ રીતે ખેતી કરનાર વ્યક્તિને ખેડૂત તરીકે ઠરાવ્યા છે. છતાં પણ સહકાર દ્વારા અમને ખેડૂતનો દરજ્જો આપવામાં આવતો નથી. આ ઉપરાંત રાજ્ય સરકાર (Gujarat government) આગામી દિવસોમાં ખેડૂત હક ઉપરાંત મંદિરના પૂજારીઓને પગાર આપવો, રહેણાંક તથા મંદિરમાં વીજળી બિલ માફ કરવા અને NTDNTના હકો પરત આપવા તથા મોટા શહેરોમાં શંકરાચાર્ય તથા રામાનંદચાર્યના સમાધિ સ્થળ માટે 2,500 ચોરસ ફૂટ જમીનની ફાળવણીની પણ માગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details