ગુજરાત

gujarat

ETV Bharat / city

આજથી ધોરણ 1થી 9ની શાળાઓમાં અચોક્કસ મુદ્દત સુધી શિક્ષણ કાર્ય બંધ રહેશે

મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે. સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ-1થી 9ની શાળાઓમાં અન્ય આદેશ ન થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રહેશે.

શાળા અંગેનો સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
શાળા અંગેનો સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

By

Published : Apr 3, 2021, 9:54 PM IST

Updated : Apr 5, 2021, 8:41 AM IST

  • ફરી ઓનલાઈન શિક્ષણ ચાલુ થશે
  • શાળા અંગેનો સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
  • વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ ચાલું રહેશે

ગાંધીનગર: કોરોનાના વધતા કેસો મામલે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં ધોરણ-1થી 9ની શાળાઓમાં અન્ય આદેશ ન થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રહેશે. જો કે ઓનલાઇન શિક્ષણ કાર્ય ચાલું રહેશે. કોરોનામાં આ પહેલા કેટલાક શાળાઓના વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થયા હતા, ત્યારે અન્ય સંક્રમણ વિદ્યાર્થીઓમાં ન ફેલાય માટે આ મહત્વપૂર્ણ નિર્ણય શાળાઓ માટેનો લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:રાજકોટમાં કોરોના ગાઈડલાઈનના ઉડ્યા લીરેલીરા

મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીએ લીધો નિર્ણય

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં ધોરણ-1થી 9ની તમામ શાળાઓમાં આજે એટલે કે, 5 એપ્રિલ સોમવારના રોજથી અન્ય સૂચનાઓ કે આદેશ ન થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે. કોરોના કેસો સતત વધવાના કારણે આગામી સમયમાં વિદ્યાર્થીઓમાં વધુ સંક્રમણ ન ફેલાય તે માટે ફરી ઓફલાઈન શિક્ષણ બંધ અને ઓનલાઇન શિક્ષણ શરૂ થશે.

આ પણ વાંચો:સરકારના આદેશના અવગણના કરી વડોદરા શહેરની એક શાળાએ વિદ્યાર્થીઓને બોલાવ્યા

સરકારી, ખાનગી તમામ શાળાઓને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે

રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. આ નિર્ણય શાળાઓમાં વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફલાઈન શિક્ષણ માટે છે. ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો છે. રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિનો વ્યાપ વધતા કોરોનાનું સંક્રમણ વિદ્યાર્થીઓમાં ફેલાવાની શક્યતા પણ હતી. વિદ્યાર્થીઓની આરોગ્ય સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય કરવો જરૂરી હતો.

Last Updated : Apr 5, 2021, 8:41 AM IST

ABOUT THE AUTHOR

...view details