ગાંધીનગરઃ રાજ્યમાં વર્ષ 2005થી બંધ થયેલી જૂની પેન્શન સ્કીમ ફરીથી શરૂ થાય તેવી માગ સાથે શિક્ષકોએ આંદોલન અને ધરણા પ્રદર્શન (Teachers protest in Gandhinagar) કરી રહ્યા છે. અગાઉ 8 એપ્રિલે રાજ્યના તમામ જિલ્લા ખાતે શિક્ષકો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ત્યારે શુક્રવારે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યના તમામ જિલ્લાઓના શિક્ષકો એકઠા થઈને શિક્ષકોનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે જૂની પેન્શન સ્કીમ યોજના લાગુ કરે તેવી માગ (Demand to start old pension scheme scheme) પણ ઉચ્ચારવામાં આવી છે.
વિરોધમાં હજારોની સંખ્યામાં શિક્ષકો જોડાયા -ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શુક્રવારે બપોરે 3 વાગ્યાથી રાજ્યના તમામ જિલ્લાઓમાંથી આવેલા શિક્ષકો દ્વારા ધરણા પ્રદર્શન અને શક્તિ પ્રદર્શન (Teachers protest in Gandhinagar) કરવામાં આવ્યું હતુંય મહત્વની વાત કરીએ તો રાજ્ય સરકાર જૂની પેન્શન સ્કીમ યોજના (Demand to start old pension scheme scheme) લાગુ કરવામાં આવે. તેને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય સ્વૈચ્છિક શિક્ષકના આગેવાન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.
સરકાર જૂની સ્કિમ લાગુ કરે નહીં તો શિક્ષકો રસ્તા પર ઉતરશે-શિક્ષકોના ધરણા પ્રદર્શન બાબતે રાષ્ટ્રીય શિક્ષણ સંઘના (National Federation of Education) આગેવાન અને મુખ્ય આયોજક ભીખા પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે જૂની સ્કિમ લાગુ (Demand to start old pension scheme scheme) કરે. આ શિક્ષકોનું એક શક્તિ પ્રદર્શન જ છે. જો આવનારા સમયમાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવામાં નહીં આવે તો શિક્ષકો હવે રોડ પર ઉતરશે તેવી પણ સ્પષ્ટ ચીમકી રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ (National Federation of Education) દ્વારા આપવામાં આવી છે.