ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરી, માતાએ નોંધાવી પોલીસ ફરીયાદ - crime in gujarat

ગાંધીનગરઃ પોલીસ મહિલાઓ અને સગીર યુવતીઓની સુરક્ષા અને સલામતી માટે એડીચોટીનું જોર લગાવી રહી છે, પરંતુ તમારું સંતાન સ્કૂલમાં જાય છે ત્યાં સલામત છે કે, નહીં તે એક મહત્વનો પ્રશ્ન બની ગયો છે. ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં આવેલ માણેકબા કૃષિ વિદ્યાલયના શિક્ષક વિરુદ્ધ છેડતી અને અડપલાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં 15 વર્ષીય કિશોરીને રીશેષ દરમિયાન મેદાનમાં બિભસ્ત કોમેન્ટ કરતા કિશોરીની માતાએ અડાલજ પોલીસમાં શિક્ષક સામે ફરિયાદ નોંધાવી હતી.

Teacher harasses student case

By

Published : Oct 6, 2019, 11:25 PM IST

કહેવાય છે કે, શાળા એક મંદિર છે અને શિક્ષક તે મંદિરનો ભગવાન, પરંતુ તે જ સ્કૂલમાં ભગવાન એટલે કે, શિક્ષક જ દગાબાજ નીકળે ત્યારે માતા પિતા સાથે આખો પરિવાર સ્તબ્ધ થઈ જાય છે. પાટનગરમાં આવેલી અડાલજની માણેકબા વિનય વિહાર શિક્ષણ સંકુલમાં એખ શિક્ષકે વિનય, વિવેક અને શિક્ષાને લજવતી ઘટના બની છે.

ગાંધીનગરમાં શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરી

શાળાની 15 વર્ષીય કિશોરી રિશેષના સમયે ક્લાસ રૂમમાં નાસ્તો કરતી હોય કે, પછી મેદાનમાં પોતાના મિત્રો સાથે ઉભી હોય તે દરમિયાન રામાભાઈ પટેલ નામનો શિક્ષક તેને બિભસ્ત ચેનચાળા અને કોમેન્ટ પાસ કરતો હતો.

એટલું જ નહીં છેલ્લા કેટલાય સમયથી કિશોરીને રિશેષના સમયે હેરાન પરેશાન પણ કરતો હતો. સમાજમાં બદનામીના ડરે આ સમગ્ર ઘટનામાં માતા-પિતા શરૂઆતથી શાંત રહ્યા હતાં, પરંતુ વિકૃત માનસિકતા ધરાવતો શિક્ષક બેફામ બની બેઠો હતો, ત્યારે આખરે કંટાળી માતા-પિતાએ અડાલજ પોલીસનો સંપર્ક કર્યો અને સમગ્ર હકીકત જણાવી હતી.

માતા-પિતાએ વિદ્યાલયના આચાર્ય, સંસ્થાના પ્રિન્સિપાલ અને નિયામકને અનેક વખત લેખિત રજુઆત કરી હોવા છતાં શા માટે આચાર્ય, પ્રિન્સિપાલ અને નિયામકે કોઈ કાર્યવાહી કરી ન હતી ? ત્યારે હાલ તો અડાલજ પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીની કિશોરીનું નિવેદન સાથે માતા-પિતાના નિવેદનનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સમાજમાં દિવસે દિવસે વધી રહેલ અડપલા અને છેડતીના બનાવોથી સમાજે જાગૃત થવાની જરૂર છે. સાથે જ દરેક માતા-પિતાએ પોતાના બાળકને જ્યારે સ્કૂલમાં અભ્યાસ માટે મૂકે છે, ત્યારે તેને લેવા મુકવા માટે આવતો ડ્રાઈવર કોણ છે ? શાળામાં શિક્ષકો કોણ કોણ છે ? શાળા કેવી છે ? તમામ વિગતો લઈ તેની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. કારણકે હવે તમારું બાળક પણ સ્કૂલમાં સુરક્ષિત નથી.

ABOUT THE AUTHOR

...view details