ગુજરાત

gujarat

ETV Bharat / city

Tax Free Hindi Film In Gujarat : રાજ્યમાં હવે ભારતના વીર સમ્રાટની શૌર્યગાથાની આ ફિલ્મને મળી શકશે વધુ દર્શકો - Akshay Kumar Somnath Visit

ગુજરાતમાં તાજેતરમાં રજૂ થયેલી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ (Emperor Prithviraj Chauhan) વિશેની હિન્દી ફિલ્મને કરમુક્તિ (Tax Free Hindi Film In Gujarat ) આપવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel ) આ નિર્ણય જાહેર કર્યો હતો.

Tax Free Hindi Film In Gujarat : રાજ્યમાં હવે ભારતના વીર સમ્રાટની શૌર્યગાથાની આ ફિલ્મને મળી શકશે વધુ દર્શકો
Tax Free Hindi Film In Gujarat : રાજ્યમાં હવે ભારતના વીર સમ્રાટની શૌર્યગાથાની આ ફિલ્મને મળી શકશે વધુ દર્શકો

By

Published : Jun 7, 2022, 8:50 PM IST

ગાંધીનગર- હાલમાં જ રીલિઝ થયેલી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ વિશેની હિન્દી ફિલ્મને ગુજરાતમાં કરમુક્તિ ((Tax Free Hindi Film In Gujarat )) આપવામાં આવી છે. કરમુક્તિની જાહેરાત સાથે જણાવાયું હતું કે ભારત ભૂમિના વીર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની (Emperor Prithviraj Chauhan) શૌર્ય ગાથા રજૂ કરી દેશના સાહસપૂર્ણ ઇતિહાસને ઊજાગર કરતી હોવાથી હિન્દી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને ગુજરાતમાં કરમુક્તિ (CM Bhupendra Patel ) આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃભારતના મહાન સમ્રાટની ફિલ્મ શુક્રવારે થઈ રહી છે રિલીઝ, મિસ વર્લ્ડ પણ કરશે પદાર્પણ

આપને જણાવીએ કે અક્ષય કુમાર અને માનુષી છિલ્લર અભિનીત હિન્દી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ના પ્રમોશન (Film Promotion Samrat Prithviraj) માટે ફિલ્મના ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી સહિત એક ટીમ તાજેતરમાં સોમનાથ દર્શન કરવા આવી હતી. દેવાધિદેવ મહાદેવ સમક્ષ આગામી ફિલ્મની સફળતા (Akshay Kumar Somnath Visit) માટે ખાસ પૂજા અને પ્રાર્થના કરી હતી. અક્ષયકુમાર અને અભિનેત્ર માનુષી છિલ્લરે સોમનાથમાં પત્રકાર પરિષદ યોજીને (Film Promotion At Somnath) એક મહત્ત્વના મેસેજ અંગે વાત કરી હતી. જ્યારે અક્ષયે ફિલ્મ (Emperor Prithviraj Chauhan) સાથે જોડાયેલી એની કેટલીક યાદને વાગોળી હતી.

આ પણ વાંચોઃ 'સમ્રાટ પૃથ્વીરાજ' આવ્યા સોમનાથના શરણે, અક્ષયકુમારે ટ્રસ્ટને આપ્યું એક મોટું અને મહત્ત્વનું સજેશન

મહાનાયકનું યોગદાન યાદ કરાય છે -ફિલ્મની અભિનેત્રી માનુષી છિલ્લરે કથાનાયકના પ્રદાન વિશે જણાવ્યું હતું કે બારમી સદીના મહાનાયક સમ્રાટ પૃથ્વીરાજને સ્ત્રી સશક્તિકરણના પ્રણેતા હતાં. પૃથ્વીરાજ ચૌહાણે મહિલા સશક્તિકરણને લઈને ખૂબ ચળવળ ચલાવી હતી તેમના રાજ્યમાં મહિલાઓને વિશેષ દરજ્જો આપવામાં આવતો હતો. બારમી સદી પૂર્વે પણ મહિલા સશક્તિકરણને લઈને સમ્રાટ પૃથ્વીરાજ સમાજમાં યોગદાન આપ્યું છે. આ પ્રકારના અભિનય કરવાની કલાકારોના જીવનમાં ખૂબ ઓછી તકો મળતી હોય છે જે પૈકીની એક તક તેમને ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'માં (Emperor Prithviraj Chauhan) પ્રાપ્ત થઈ છે.

ત્યારે આજે આ ફિલ્મને ગુજરાતમાં કરમુક્તિનો (Tax Free Hindi Film In Gujarat ) લાભ મળતાં વિશાળ સંખ્યામાં પ્રેક્ષકો આ ફિલ્મને માણી શકે તેવી તકો ઉજ્જવળ બની છે.

ABOUT THE AUTHOR

...view details