- રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બાબતે રાજ્ય સરકારે રોડ મેપ તૈયાર કર્યો
- રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સાથે કરાઈ બેઠક
- બેઠકમાં શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્યની યુનિવર્સિટીના ડીન રહ્યા હાજર
- સાયન્સ ટેકનોલોજી, ઇનોવેશન અને રિસર્ચને આપવામાં આવ્યું મહત્વ
ગાંધીનગર: નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને લઈને ગુજરાત તેને અમલીકરણ માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી ત્યારે હવે શિક્ષણ નીતિના અમલ માટે રચાયેલી ટાસ્કફોર્સે રોડ મેપ તૈયાર કરીને રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કર્યો છે. આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સાયન્સ અને ટેકનોલોજી ઇનોવેશન અને રિસર્ચ ને મહત્વ આપવામાં આવ્યું છે જ્યારે શિક્ષણ નીતિની ભૂમિકા સંદર્ભે રાજ્યપાલ દેવરા ચાર્ય અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ખાસ બેઠક યોજીને વિવિધ યુનિવર્સિટીના કોઈ પતિઓ સાથે ચર્ચા કરી હતી.
રાજ્યમાં અમલ માટે રોડ મેપ તૈયાર
રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતી નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે ઝડપથી ટાસ્ક ફોર્સની રચના કરીને એક તૈયાર કર્યો છે નવી શિક્ષણ નીતિના અમલીકરણ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહેશે અને આ જ રીતે નવી શિક્ષણ નીતિ અનુસાર ગુણવત્તાલક્ષી શિક્ષણ મલ્ટીડિસિપિલનરી, શિક્ષણ ઉચ્ચ શિક્ષણમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓનો સહયોગ ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ, મલ્ટીપલ એન્ટ્રી એક્ઝિટ જેવા મુદ્દાઓ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.