ગુજરાત

gujarat

ETV Bharat / city

EXCLUSIVE: વિધાનસભા પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા ભાજપના 3 ઉમેદવારોએ લીધા શપથ

ગાંધીનગર: વિધાનસભા પેટા-ચૂંટણીમાં ભાજપના ચૂંટાયેલા 3 ધારાસભ્યોએ મંગળવારે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ શપથ લીધા હતાં, ત્યારબાદ ધારાસભ્યએ ETV ભારત સાથે ખાસ ચર્ચા કરી હતી.

By

Published : Nov 5, 2019, 7:04 PM IST

શપથ વિધિ

તાજેતરમાં રાજ્યમાં યોજાયેલ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ત્રણ- ત્રણ ઉમેદવારોનો વિજય થયો હતો. મંગળવારે વિજય મુહૂર્તમાં એટલે કે, 12.39 મિનિટે ભાજપના ચૂંટાયેલા ઉમેદવારોએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ ધારાસભ્ય પદના શપથ લીધા હતાં.

EXCLUSIVE: વિધાનસભા પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા ભાજપના 3 ઉમેદવારોએ લીધા શપથ

અમરાઈવાડી વિધાનસભામાંથી જગદીશ પટેલ લુણાવાડા વિધાનસભામાંથી જિજ્ઞેશ સેવક અને રાધનપુર વિધાનસભામાંથી ચૂંટાયેલ અજમલજી ઠાકોરે ETV ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે, પોતાના વિસ્તારના પડતર પ્રશ્નોનું સમાધાન લાવવું તેમની પ્રાયોરીટી રહેશે. આ ઉપરાંત આંતર માળખાકીય કામો જેવા કે, રોડ રસ્તા, ગટર અને પાણીના પ્રશ્નોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે..

શપથવિધિ બાદ વિધાનસભાના અધ્ક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોએ ગીતાને હાથમાં લઈ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા હતાં. જેથી હવે વર્તમાન સ્થિતિમાં ભાજપના ધારાસભ્યની સંખ્યા 103, કોંગ્રેસ 72 એન.સી.પી 1, બિટીપી 2 અને અપક્ષી સંખ્યા 1 થઈ છે.

ABOUT THE AUTHOR

...view details