ગાંધીનગર: રાજ્યમાં સામાન્ય નાગરિકોને પડતી મુશ્કેલીઓનું સમયસર નિવારણ (People's problem solving) અંગેમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel on SWAGAT Program) જિલ્લા અધિકારીઓને અનુરોધ કર્યો છે. મુખ્યપ્રધાને સામાન્યમાં સામાન્ય માનવીની રજૂઆત, ફરિયાદનું ન્યાયી અને સમયસર નિવારણ (People's problem solving) થાય તે જોવાનો જિલ્લા અધિકારીઓને અનુરોધ કર્યો છે. જ્યારે આજે જનફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ (CM Bhupendra Patel on SWAGAT Program) કુલ 1,180 રજુઆતનું નિવારણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો-CM Bhupendra Patel Blog : પ્રવાસન, યાત્રાધામ અને કચ્છના સરહદી વિસ્તાર માટે કરી મહત્વની વાત
જિલ્લા કલેક્ટરો જોડાયા
જનફરિયાદ નિવારણ કાર્યક્રમ (CM Bhupendra Patel on SWAGAT Program) અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રજાજનોના પ્રશ્નો, સમસ્યાઓની રજૂઆતોના વાજબી નિરાકરણ માટે ટેકનોલોજીના ઉપયોગથી શરૂ થયેલો સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ (Swagat Online Public Grievance Redressal Program) હવે કોરોનાની સ્થિતિ હળવી થતાં નિયમિતપણે યોજાય તે પણ જરૂરી છે.
મુખ્યપ્રધાન સમક્ષ 9 ફરિયાદ કરવામાં આવી આ પણ વાંચો-CM Bhupendra Patel visit Radhanpur : રાધનપુર ખાતે નિર્માણાધિન ફિલ્ટરેશન પ્લાન્ટનું મુખ્યપ્રધાને કર્યું નિરીક્ષણ
નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે આ કાર્યક્રમ શરૂ થયો હતો
મુખ્યપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યના નાગરિકો-જનતા જનાર્દનની ફરિયાદો રજૂઆતોના ટેકનોલોજીના માધ્યમથી સંવાદ-માર્ગદર્શન દ્વારા નિવારણનો આ ‘‘સ્ટેટ વાઈડ અટેન્શન ઓન પબ્લિક ગ્રિવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી’’ (State Wide Attention on Public Grievances by Application of Technology SWAGAT) સ્વાગત કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તેમના મુખ્યપ્રધાન કાળ (PM Modi started SWAGAT Program) દરમિયાન દરમિયાન વર્ષ 2003થી શરૂ કરાવ્યો હતો. આમાં અનેક જિલ્લાના જિલ્લા કલેકટર પણ જોડાયા હતા.
જનફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ 1,180 રજૂઆતોનું કરાયું નિવારણ મુખ્યપ્રધાન સમક્ષ 9 ફરિયાદ કરવામાં આવી
સ્વાગત કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel on SWAGAT Program) સમક્ષ 9 જેટલી રજૂઆતો આવી હતી. આ ઉપરાંત જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં 223, ગ્રામ સ્વાગતમાં 76 અને તાલુકા સ્વાગતમાં 1150 મળી સમગ્રતયા 1,458 જેટલી રજૂઆતો આ સ્વાગત કાર્યક્રમ અનુસંધાને મળી હતી. આ રજૂઆતો પૈકી 1,180 રજૂઆતોનું સુચારું નિવારણ લાવી (People's problem solving) દેવામાં આવ્યું હતું. સ્વાગતમાં રજૂ થતા પ્રશ્નો અને રજૂઆતો સંબંધિત વિભાગો, ખાતાના વડાઓને ઓનલાઈન મોકલવામાં આવે છે. તેનો ઉલ્લેખ કરતાં ઉમેર્યુ કે, આવી રજૂઆતોના નિયત સમયમાં ઉકેલ અને તે અંગેની વિગતો પણ ઓનલાઇન કરાય તેની મોનિટરીંગ વ્યવસ્થા નોડલ અધિકારીઓ અચૂકપણે ગોઠવે.