ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરના કલોલમાં નવા સ્ટ્રેઇનના વાઇરસની શંકા, રિપોર્ટ પૂણેની લેબમાં મોકલાયો - Corona Positive

દેશવિદેશમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે હવે નવા સ્વરૂપમાં એટલે કે નવા સ્ટ્રેઇનમાં સામે આવી રહ્યો છે. એટલું જ નહીં, તેે વધુ ઘાતક બની રહ્યો હોવાનું અનુમાન વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના કલોલના પાનસર ગામ ખાતે નવા strain વાઇરસનો દર્દી આવ્યો હોવાની શંકા છે. જેમાં ગાંધીનગર સિવિલમાં તે વ્યક્તિનો રિપોર્ટ છે અને અત્યારે પૂણેની લેબમાં વધુ તપાસ માટે રિપોર્ટ મોકલવામાં આવ્યો છે.

ગાંધીનગરના કલોલમાં નવા સ્ટ્રેઇનના વાઇરસની શંકા, રિપોર્ટ પૂણેની લેબમાં મોકલાયો
ગાંધીનગરના કલોલમાં નવા સ્ટ્રેઇનના વાઇરસની શંકા, રિપોર્ટ પૂણેની લેબમાં મોકલાયો

By

Published : Mar 13, 2021, 8:42 PM IST

  • ગાંધીનગરમાં કોરોનાના નવા સ્ટ્રેઇનની એન્ટ્રીની શંકા
  • ક્લોલના રહેવાસી આવ્યાં કોરોના પોઝિટિવ
  • ક્લોલના પાનસરના વ્યક્તિ સાઉથ આફ્રિકાથી આવ્યાં હતાં

    ગાંધીનગર : ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તરફથી મળતી માહિતી પ્રમાણે કલોલના પાનસર ગામ ખાતેનો આ વ્યક્તિ જે સાઉથ આફ્રિકાથી પરત ઘેર ફર્યો છે તેનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તેને અત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. તેને નવા સ્ટ્રેઇનને પગલે અલગ વોર્ડમાં રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ હોળી ધુળેટી પર લાગશે કોરોનાનું ગ્રહણ? રાજ્ય સરકાર કરશે સત્તાવાર જાહેરાત

કોરોનાનો પ્રકાર જાણવા માટે રિપોર્ટ પૂણેે મોકલાશે

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જે નવા સ્ટ્રેઇનના વાઇરસનો કેસ આવ્યો છે તે હજુ પણ ફાઇનલ થયો નથી. જેથી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ અને સેમ્પલ પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. આમ, હવે પૂણેની લેબમાંથી રિપોર્ટનો જવાબ આવે ત્યારે નવા સ્ટ્રેઇનની એન્ટ્રી ગાંધીનગરમાં થઇ છે કે નહીં તે જાણવા મળશે.

ABOUT THE AUTHOR

...view details