ગુજરાત

gujarat

ETV Bharat / city

સુશાંતસિંહ આત્મહત્યા કેસઃ ગાંધીનગર FSLએ બોલીવુડ સેલિબ્રિટીઝના 35 મોબાઈલના લોક તોડ્યા

સમગ્ર દેશમાં ખૂબ જ ચર્ચિત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસની તપાસ હવે ગુજરાત FSL કરી રહી છે. આ કેસમાં 7 સેલિબ્રિટીઓના મોબાઈલ ડિવાઇસ FSLને આપવામાં આવ્યાં હતાં. FSLએ 120 જીબીનો ડેટા રિકવર કર્યો છે. આ ડેટામાં ડ્રગ્સની ડિલિવરી અને હેરફેર માટે અનેક કોડ સામે આવ્યા છે. જ્યારે 35 મોબાઇલ FSL દ્વારા તપાસ કરવામાં આવ્યાં છે.

સુશાંતસિંહ આપઘાત કેસઃ ગાંધીનગર FSLએ બોલીવુડ સેલિબ્રિટીઝના 35 મોબાઈલના લોક તોડ્યા
સુશાંતસિંહ આપઘાત કેસઃ ગાંધીનગર FSLએ બોલીવુડ સેલિબ્રિટીઝના 35 મોબાઈલના લોક તોડ્યા

By

Published : Feb 19, 2021, 4:37 PM IST

  • FSLને અનેક પાસવર્ડ અને કોડવર્ડ મળ્યાં
  • ડ્રગ્સ ડિલિવરી માટે D અને DO કોડવર્ડનો ઉપયોગ થતો હતો
  • અનેક સેલિબ્રિટીએ ન હતો આપ્યો ફોનનો પાસવર્ડ

ગાંધીનગરઃ ગુજરાત FSLને 85 મોબાઇલ તપાસ અર્થે મોકલવામાં આવ્યાં હતાં, જેમાં સેલિબ્રિટીની જો વાત કરવામાં આવે તો રિયા ચક્રવતી દીપિકા પાદુકોણ, રકુલપ્રીત સિંઘ, અર્જુન રામપાલ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને કરિશ્મા પ્રકાશના મોબાઈલ તપાસવામાં આવ્યાં હતાં.

35 મોબાઈલના ડેટા રિકવર કરાયાં

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, દિવસની તપાસ દરમિયાન આ સેલિબ્રિટીઓને અઢી લાખ તથા કેરિયર સાથે અનેક વખત ચેટિંગ થયા હોવાની વાત પણ સામે આવી રહી છે. આજે ચેટિંગમાં તેમને અનેક વખત D અને do જેવા શબ્દનો ઉપયોગ કર્યો છે. આ શબ્દો એક કવર હોવાનું પણ સામે આવી રહ્યું છે. જ્યારે આ શબ્દોના ઉપરથી જે ડ્રગ મોકલવો કે નહીં તે બાબતે પણ સ્પષ્ટતા થઈ શકી નથી. જ્યારે અત્યાર સુધીમાં કુલ 35 મોબાઇલના ડિજિટલ ડેટા રિકવર કરવામાં આવ્યા છે.

સેલિબ્રિટી મોબાઈલમાં 3 લેયર સિસ્ટમ મૂકી હોવાની વાત

બોલિવૂડના મોબાઈલ 84 દિવસથી ગુજરાત FSLને મોકલવામાં આવ્યા હતા, જેમાં 35 મોબાઇલના ડેટા રિકવર કરવામાં આવ્યા છે, પરંતુ આ 35 મોબાઇલને અનેક મોબાઇલમાં થ્રિલેયર સિસ્ટમ સેલિબ્રિટીઓએ મૂકી હતી. આ મોબાઈલના પાસવર્ડ ત્યારબાદ ફોલ્ડર, પાસવર્ડ જેવી સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે મોબાઈલ જપ્ત કરવામાં આવ્યાં હતાં, ત્યારે એક પણ સેલિબ્રિટીએ તેમના પાસવર્ડ તપાસ અધિકારીઓને આપ્યાં ન હતા તેમ છતાં પણ FSLએ ટેકનોલોજીની મદદથી તમામ પાસવર્ડ તોડી ડેટા મેળવી જ લીધો હતો.

ડેટા એનસીબીને સોંપવામાં આવ્યો

ગુજરાત FSL દ્વારા કરવામાં આવેલી તપાસને અંતે જે પણ ડેટા રિકવર કરવામાં આવ્યો છે. તે તમામ ડેટા એનસીપીને પણ આપવામાં આવ્યો છે. એ મહત્ત્વનું છે કે, આ ડ્રગ કૌભાંડ બાબતે એનસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત FSL દ્વારા તમામ ડિજિટલ રેકોર્ડ એનસીબીને સોંપવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details