ગાંધીનગર : કોરોના વૈશ્વિક મહામારીમાં ગુજરાતની પૂર્વ વિજય રૂપાણીની સરકાર (Vijay Rupani government ) દ્વારા જે કામ થયું હતું તેના સર્વે બાદ ભાજપ દ્વારા રાજ્ય સરકાર બદલવાનો વારો આવ્યો. તાત્કાલિક ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની (Bhupendra Patel new government) નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે વિધાનસભામાં નવી સરકારની કામગીરીની (Work of Bhupendra Patel new government came out)વાત કરવામાં આવે તો રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહમાં 14 વખત ચર્ચામાં ભાગ (Participated in the debate in the Gujarat Assembly ) લીધો હતો. જ્યારે 77 વખત વિધાનસભાના સત્રમાં હાજરી આપી હતી.
સોથી ઓછી ચર્ચા અરવિંદ રૈયાણી, સૌથી ઓછી હાજરી કીર્તિસિંહ વાઘેલા -ADRના સર્વે (Survey of ADR ) મુજબ મળતી માહિતી પ્રમાણે ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં સૌથી ઓછી ચર્ચાની વાત કરીએ તો રાજ્યકક્ષાના પરિવહન અને યાત્રાધામ વિકાસ વિભાગ સૌથી ઓછી વખત ચર્ચામાં ભાગ (Participated in the debate in the Gujarat Assembly ) લીધો છે. જેમાં ફક્ત તેઓએ ત્રણ વખત જ ચર્ચામાં ભાગ લીધો છે. ત્યારબાદ પ્રાંતીજના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારે પાંચ વખત અને દેવાભાઈ માડમે આઠ વખત વિધાનસભા ગૃહમાં ચર્ચામાં ભાગ લીધો છે. જ્યારે સૌથી ઓછી હાજરીની વાત કરવામાં આવે તો વિધાનસભા ગૃહમાં રાજ્યકક્ષાના પ્રધાન કીર્તિસિંહ વાઘેલા ફક્ત 15 દિવસ જ હાજર રહ્યા હતાં. આ ઉપરાંત રાજ્યના મહેસૂલ કેબિનેટપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની હાજરી બાબતની વિગતો પ્રાપ્ત થઈ નથી.
વિધાનસભામાં ઉપસ્થિતિ અને ચર્ચામાં ભાગ લેવા માટેના પ્રધાનોના લેખાજોખાં -આ મુદ્દે મહત્ત્વની વાત કરીએ તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 14 વખત ચર્ચામાં ભાગ લીધો (Participated in the debate in the Gujarat Assembly ) અને 77 વખત હાજરી આપી. રાજેન્દ્ર ત્રિવેદીએ 8 વખત ચર્ચામાં ભાગ લીધો છે અને હાજરી અંગેની વિગતો પ્રાપ્ત થઇ નથી. જીતુ વાઘાણીએ 16 વખત ચર્ચામાં ભાગ લીધો અને 48 વખત હાજરી આપી છે. ઋષિકેશ પટેલે 28 વખત ચર્ચામાં ભાગ લીધો અને 82 વખત હાજરી આપી છે. પૂર્ણેશ મોદીએ 32 વખત ચર્ચામાં ભાગ લીધો અને 74 વખત હાજરી આપી છે. રાઘવજી પટેલે 9 વખત ચર્ચામાં ભાગ લીધો અને 68 વખત હાજરી આપી છે. કનુભાઈ દેસાઈએ 38 વખત ચર્ચામાં ભાગ લીધો અને 80 વખત હાજરી આપી છે. કિરીટસિંહ રાણાની વગતો ઉપલબ્ધ નથી. નરેશ પટેલે 38 વખત ચર્ચામાં ભાગ લીધો અને 80 વખત હાજરી આપી છે. પ્રદીપ પરમારે 11 વખત ચર્ચામાં ભાગ લીધો છે, હાજરીની વિગત ઉપલબ્ધ નથી.
બે મહિલા પ્રધાનની હાજરી-ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ 17 વખત ચર્ચામાં ભાગ લીધો (Participated in the debate in the Gujarat Assembly ) અને 72 વખત હાજરી આપી છે. અર્જુનસિંહ ચૌહાણે 10 વખત ચર્ચામાં ભાગ લીધો અને 83 હાજરી આપી.જગદીશ પંચાલે 32 વખત ચર્ચામાં ભાગ લીધો અને 80 વખત હાજરી આપી છે. બ્રિજેશ મેરજાએ 52 વખત ચર્ચામાં ભાગ લીધો અને 80 વખત હાજરી આપી છે. જીતુભાઇ ચૌધરીએ 18 વખત ચર્ચામાં ભાગ લીધો અને 88 વખત હાજરી આપી હતી. મૂકેશ પટેલે 14વખત ચર્ચામાં ભાગ લીધો અને 84 વખત હાજરી આપી હતી. મનીષા વકીલે 22 વખત ચર્ચામાં ભાગ લીધો અને 81 હાજરી આપી હતી. નિમિષા સુથારની વિગતો ઉપલબ્ધ નથી.