ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં નોનવેજની લારીઓ હટાવવાં કોર્પોરેશન દ્વારા હાથ ધરાયો સર્વે - action plan was drawn up by the corporation to remove nonveg lorries

ગુજરાતમાં કોર્પોરેશન વિસ્તારના કેટલાક શહેરોમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઊભી રાખવા અંગે વિવાદ(Controversy erupts over egg and nonveg lorries) શરૂ થયો છે. જેને લઇને ગાંધીનગરમાં પણ આગામી સમયમાં નોનવેજની લારીઓ દૂર કરવા કોર્પોરેશન તરફથી એક્શન પ્લાન બનાવવામાં આવ્યો(action plan was drawn up by the corporation to remove nonveg lorries) છે અને સર્વેની કામગીરી હાઠ ધરવામાં આવી છે.

ગાંધીનગરમાં નોનવેજની લારીઓ હટાવવાં કોર્પોરેશન દ્વારા હાથ ધરાયો સર્વે
ગાંધીનગરમાં નોનવેજની લારીઓ હટાવવાં કોર્પોરેશન દ્વારા હાથ ધરાયો સર્વે

By

Published : Nov 14, 2021, 10:32 PM IST

  • ગાંધીનગરમાં પણ ઈંડા, નોનવેજની લારીઓ પર તવાઈ શરૂ
  • બે-ત્રણ દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરશે કોર્પોરેશન
  • ગાંધીનગરમાં મેયર જાતે કરી રહ્યાં છે નિરિક્ષણ

ગાંધીનગર : નોનવેજની લારી ઉપર ગુજરાતના વિવિધ શહેરો જેવા કે ભાવનગર, રાજકોટ, વડોદરા, જુનાગઢ વગેરે કોર્પોરેશન વિસ્તારમાં કેટલીક જગ્યાએ પ્રતિબંધ(Ban on nonveg

) મૂકવાની વાત ચાલી રહી છે ત્યારે ગાંધીનગરમાં જે તે વિભાગની ટીમને સર્વેની કામગીરી છેલ્લા 3 દિવસથી કોર્પોરેશન તરફથી સોંપવામાં સામે આવી છે. જેમાં ઈંડા, નોનવેજની લારીઓ સાથે કેટલાક રસ્તાઓ પરના દબાણો પણ આ સર્વેમાં આવરી લેવામાં આવશે.

મેયર જાતે કરી રહ્યાં છે નિરિક્ષણ

મેયર હિતેશ મકવાણા એ જણાવ્યું હતું કે, ગાંધીનગર કોર્પોરેશન તરફથી અત્યાર સુધીમાં તેમને કોઈ ફરિયાદ મળી નથી. પરંતુ ચૂંટણી બાદ કોર્પોરેશનમાં નવી બોડીની રચના થઇ ત્યારે પહેલી મિટિંગમાં ગાંધીનગરમાં દબાણ હટાવવા માટે ચર્ચા કરી હતી. અત્યારે દરેક જગ્યાએ ગાંધીનગરમાં સર્વે કરવામાં આવી રહ્યો છે જમાં મેયર પોતે ગાડી લઈને ઓબ્ઝર્વેશન કરવા નીકળે છે. તેમજ કઈ જગ્યાએ શું કરવાં જેવું છે તેને લઈને બે-ત્રણ દિવસમાં મિટીગ પણ કરશે.

બે -ત્રણ દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરશે કોર્પોરેશન

મેયરે વધુમાં કહ્યું હતું કે, જે તે સંલગ્ન વિભાગો કોર્પોરેશનને લગતા છે તેમનાં અધિકારીઓને બોલાવીને સર્વે બાબતે સૂચના પણ આપી દેવામાં આવી છે. બે-ત્રણ દિવસમાં એક્શન પ્લાન તૈયાર પણ કરાશે અને લારીઓ દૂર કરવામાં આવશે. જેમાં ફક્ત ઈંડા નોનવેજની લારીઓ જ નહીં એ ઉપરાંત અન્ય જગ્યાએ દબાણો દેખાશે એ દબાણોને પણ દૂર કરવામાં આવશે. તે પણ સર્વેની પણ સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ધાર્મિક જગ્યાની આજુ બાજુના વિસ્તારોને પહેલા પ્રાયોરિટી અપાશે. આ ઉપરાંત અન્ય વેજની લારી હશે અને રસ્તામાં આવતી હશે તો ત્યાં પણ દબાણો દૂર કરાશે. વડોદરા, રાજકોટ, જૂનાગઢની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે. ગાંધીનગરની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે જેથી એ રીતે નિર્ણય લેવાશે પરંતુ ઈંડા, નોનવેજની લારીઓ હટાવવા અંગે 2 થી 3 દિવસમાં નિર્ણય લેશે.

આ પણ વાંચો :હારિજમાં કિશોરી પર અત્યાચાર ગુજારનાર 23 આરોપી જેલમાં ધકેલવાયા, તો શારીરિક સંબંધ બાંધનાર કિશોર સામે પણ ફરીયાદ

આ પણ વાંચો :વડનગર ખાતે બે દિવસીય તાના રીરી સંગીત મહોત્સવનો સમાપન કાર્યક્રમ યોજાયો

ABOUT THE AUTHOR

...view details