ગાંધીનગર: રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મંગળવાર સાંજથી બુધવાર સવાર સુધીમાં 94 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 61, સુરતમાં 17, વડોદરામાં 8, અરવલ્લીમાં 5, બોટાદમાં 2 અને રાજકોટમાં 1 કેસ નોંધાયા છે. વધુ 5 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 2,272 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 1,434 કેસ નોંધાયા છે. 5 લોકો સ્વસ્થ થયા છે. 13 લોકો વેન્ટિલેટર ઉપર છે. મીડિયાના પ્રશ્નો વધતા અગ્ર સચિવ જવાબા આપવામાંથી બચતા હોય તેમ જણાયા હતા.
કોરોનાના વધતા આંકડા વચ્ચે હવે નવા વિસ્તારોમાં સર્વેલન્સ વધારાશે
કોરોના પિઝિટિવ કેસની સંખ્યામાં દેશમાં બીજા ક્રમે પહોંચેલા ગુજરાતમાં રાજ્ય સરકારની હવે અસરકારક કામગીરી જોવા નથી મળી રહી. દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાત પોઝિટિવ કેસની બાબચમાં ઉપર ચઢી રહ્યું છે. મંગળવારના આંકડા મુજબ ગુજરાતે દિલ્હી, રાજસ્થાન અને તમિલનાડુને પાછળ રાખીને દેશમાં બીજા નંબરે પહોચી ગયું છે. અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે, હવે જે વિસ્તાર હોટસ્પોટ નથી, તેવા વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવશે નહીં. અન્ય વિસ્તારોમાં વધુ પ્રમાણમાં ચેકિંગ કરવામાં આવશે.
જયંતી રવિ
અમદાવાદમાં ગુરુવારે નોંધાયેલા વિસ્તારોમાં દાણી-લીમડા, રાયપુર, જમાલપુર, મેઘાણીનગર, ગોમતીપુર, શાહીબાગ, બહેરામપુરા, આસ્ટોડિયા અને થલતેજનો સમાવેશ થાય છે. મંગળવારે કોરોનાના કુલ 239 કેસના ઉમેરા સાથે હાલ કુલ આંકડો 2,272 પર પહોંચ્યો હતો. આ દરમિયાન 19 લોકોના મોત સાથે કુલ આંકડો 95 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 24 કલાકની અંદર સૌથી વધુ મોત નોંધાયા હોય તેવો આ કિસ્સો છે. તેમાથી અમદાવાદમાં 15 મૃત્યુ નોંધાયા છે.