ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર જિલ્લાના 153 ક્લિનિક કલેકટરના સર્વેલન્સમાં, કોવિડ 19ના પેશન્ટ ગોતવામાં મદદરૂપ

ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ગાંધીનગર કલેકટર કુલદીપ આર્ય દ્વારા એક ખાસ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. આજ સર્વેલન્સ અંતર્ગત ગાંધીનગર શહેર અને ગ્રામ્યના કુલ ૧૫૩ જેટલા ખાનગી ક્લિનિકલ રોજેરોજ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. સાથે જ જેટલા પણ દર્દીઓ હોસ્પિટલમાં સામાન્ય તાવ શરદી ઉધરસ કે કોઈ પણ બીમારી માટે દવા લેવા માટે આવે ત્યારે ડોક્ટરો દ્વારા તે તમામ દર્દીઓના નામ અને સરનામાં સહિતની તમામ વિગતો કલેકટર ઓફિસે આપવામાં આવી રહી છે.

ગાંધીનગર જિલ્લાના 153 ક્લિનિક કલેકટરના સર્વેલન્સમાં, કોવિડ 19ના પેશન્ટ ગોતવામાં મદદરૂપ
ગાંધીનગર જિલ્લાના 153 ક્લિનિક કલેકટરના સર્વેલન્સમાં, કોવિડ 19ના પેશન્ટ ગોતવામાં મદદરૂપ

By

Published : Jul 11, 2020, 2:48 PM IST

ગાંધીનગર : ખાનગી ક્લિનિક અને હોસ્પિટલના સર્વેલન્સ બાબતે ગાંધીનગર કલેકટર કુલદીપ આર્યએ ETVBharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ વધે નહીં અને પોતાના કેસ ઓછા કરવા માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ ડોક્ટરને સૂચના આપવામાં આવી છે કે આપની ક્લિનિકમાં કોઈપણ દર્દી આવે જેને શરદી ખાંસી અથવા તો સામાન્ય તાવ છે તેવા તમામ દર્દીઓની વિગત કલેકટર ઓફિસે આપવાની રહેશે.

આ ઉપરાંત જે દર્દીમાં કોરોના શંકાસ્પદ લાગે તેની અલગથી વિગત આપવાની રહેશે. આમ આ વિગત પ્રાપ્ત થયા બાદ ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા જે દર્દીના ઘરે જઈને કોરોનાની તપાસ કરવામાં આવે છે. આમ આવી રીતે કોરોનાના અનેક કેસ પણ સામે આવ્યાં છે. આ ઉપરાંત કોઈપણ વ્યક્તિ કોરોનાના લક્ષણો અને સામાન્ય લક્ષણ ગણીને વધુ સંક્રમણ ન ફેલાવે તે માટે પણ આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી બની છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં પાટનગર ગાંધીનગરમાં જ ખાનગી ક્લિનિક ઉપર કલેક્ટર દ્વારા સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે જે સર્વેલન્સની કામગીરી અત્યારે સફળ નીવડી છે અને ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ ઘટાડવા માટે સફળ રહી છે. ત્યારે હવે આવી જ રીતે મેડીકલ સ્ટોર ઉપર સર્વેલન્સ શરૂ કરવામાં આવશે તેવી પણ પ્રથમ અહેવાલ ETVBharat દ્વારા દર્શાવવામાં આવ્યો હતો. આમ આ પ્રોજેક્ટમાં પણ હવે ગાંધીનગરના શહેર અને ગ્રામ્ય વિસ્તારના પણ મેડિકલ સ્ટોર પર ડિજિટલ એપ્લિકેશનથી નજર રાખવામાં આવશે. જેમાં કોઈ પણ વ્યક્તિ સામાન્ય તાવ શરદી અથવા તો ઉધરસની દવા લઈ જાય તો તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગને જાણ થાય તે રીતની સિસ્ટમ શરૂ કરવામાં આવશે.

ગાંધીનગરથી પાર્થ જાનીનો ખાસ અહેવાલ

ABOUT THE AUTHOR

...view details