- સ્ટાર્ટઅપ્સથી સક્સેસ સંવાદ-નિર્દેશન કાર્યક્રમ યોજાયો
- મુખ્યપ્રધાન નિવાસ સ્થાને કાર્યક્રમનું આયોજન થયું
- મુખ્યપ્રધાને રાજ્યના યુવા સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કર્યો
ગાંધીનગર: આત્મનિર્ભર ગુજરાત (Atmanirbhar Gujarat)થી આત્મનિર્ભર ભારત (Atmnirbhar Bharat)ની સંકલ્પના સાથે મુખ્યપ્રધાન નિવાસ (At the Chief Minister's residence) સ્થાને આયોજીત સ્ટાર્ટઅપ્સ (Startups)થી સક્સેસ સંવાદ શ્રેણીમાં રાજ્યના યુવા સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ (Dialog) કર્યો હતો. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રાજ્યના યુવા સ્ટાર્ટઅપ્સને સફળતા માટે આઇ-ક્રિએટ (iCreate gujarat) જેવી શોધ –સંશોધન સંસ્થાન દ્વારા માર્ગદર્શન અને સહાયથી રાજય સરકાર સેતુ બનવા પ્રયત્નશીલ છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે.
રાષ્ટ્રહિત ભાવથી સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, હોનહાર યુવા શક્તિ (Promising youth power)ની આવી નવિન શોધને કોઇ ઇનિશિએટિવ્સ અત્યાર સુધી મળતા ન હતા. જેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (Prime Minister Narendra Modi)એ દરેક ક્ષેત્રે હરેકને તક મળે, હરેક વ્યક્તિ દેશ માટે કંઇક કરી શકે તેવા રાષ્ટ્રહિત ભાવથી સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન (Promoting startups) આપ્યું છે.
CMએ યુવા સ્ટાર્ટઅપ્સને પ્રેરણા આપી
ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ જિલ્લા, શહેરોમાંથી આવેલા આ યુવા સ્ટાર્ટઅપ્સને પ્રેરણા આપતા કહ્યું કે, યુવા શક્તિના આવા સમાજ ઉપયોગી સ્ટાર્ટઅપ્સ અને નવિન આયામો દેશ અને રાજ્ય માટે ગૌરવ રૂપ છે અને લાભદાયી પણ છે.