ગુજરાત

gujarat

ETV Bharat / city

સરકારની ફી માફીના નિર્ણય બાદ FRC સાઇટમાં શાળાની ફી દર્શાવવા વાલીમંડળની રજૂઆત

કોરોનાના કપરા કાળમાં રાજ્યમાં શાળાઓની ફી આ બાબતે હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે 25 ટકા ફીની માફીની જાહેરાત કરી છે ત્યારે વાલીમંડળના પ્રમુખે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને આવેદન આપી રજૂઆત કરી છે. છેલ્લા ચાર વર્ષની ખાનગી શાળાઓ કે જે FRCમાં આવેલ છે તે તમામ શાળાઓની ટ્યુશન ફીની માહિતી FRC વેબસાઈટ પર જાહેર કરવાની માગણી કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

સરકારની ફી માફી બાદ FRC સાઇટમાં શાળાની ફી દર્શાવવા વાલીમંડળની રજૂઆત
સરકારની ફી માફી બાદ FRC સાઇટમાં શાળાની ફી દર્શાવવા વાલીમંડળની રજૂઆત

By

Published : Oct 8, 2020, 4:10 PM IST

ગાંધીનગર : હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે ઉચ્ચ મંત્રણા બાદ રાજ્યની ખાનગી શાળાઓમાં 25 ટકા જેટલી ફી માફીની જાહેરાત કરી છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા ટ્યુશન ફી સિવાયની તમામ ફી સો ટકા માફ કરી છે ત્યારે હવે રાજ્યમાં અમુક શાળાઓના સંચાલકો સરકારના આદેશનો અનાદર કરી રહ્યાં છે. 25 ટકા ડિસ્કાઉન્ટનો લાભ લેવો હોય તો પહેલા ચોક્કસ તારીખ નક્કી કરો નહીં તો સો ટકા ફી ભરવી પડશે તેવી ધમકીઓ શાળા સંચાલકો દ્વારા આપવામાં આવી છે.

FRC સાઇટમાં શાળાની ફી દર્શાવવાની માગ સાથે આવેદનપત્ર અપાયું

આ ઘટનાને લઈને પણ વાલીમંડળ દ્વારા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ફક્ત 25 ટકા ફીની માફીની જાહેરાત કરી છે. પરંતુ આ ફી ક્યારે ભરવી તે અંગેની જાહેરાત કરી નથી જેથી સંચાલકો પોતાની મનમાની કરી રહ્યાં છે. આવા સંચાલકોને પણ રાજ્ય સરકારના પાઠ ભણાવતાં નરેશ શાહે જણાવ્યું હતું કે, વાલી ગમે ત્યારે ફી ભરી શકે છે, સરકારે ફી ભરવા માટેની કોઈ ચોક્કસ તારીખ જાહેર કરી નથી.

સરકારે ફી ભરી દેવા કોઇ ચોક્કસ તારીખ આપી નથીઃ વાલીમંડળ
ઉલ્લેખનીય છે કે, રાજ્યની ખાનગી શાળાઓ કે જે FRCની અંદર આવે છે. તે તમામ શાળાઓની ફક્ત ટ્યુશન ફીની વેબસાઈટ પર જાહેર કરવાની પણ માગ વાલીમંડળ દ્વારા કરવામાં આવી છે. જેથી વાલીઓને સ્પષ્ટ થાય કે શિક્ષણ ફી કેટલી ભરવાની રહેશે. જ્યારે અન્ય તમામ ઇતર પ્રવૃત્તિની ફી, ટ્રાન્સપોર્ટેશનની ફી વગેરે રાજ્ય સરકારે પહેલેથી જ રદ કરી છે.

ABOUT THE AUTHOR

...view details