ગુજરાત

gujarat

ETV Bharat / city

સરકારી કોલેજમાં પરીક્ષાના ફોર્મ ભરતાં વિદ્યાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યાં

ગાંધીનગર શહેરના સેક્ટર 15માં આવેલી સરકારી કોલેજમાં પરીક્ષાના ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓનું કિડીયારૂ ઉભરાયું છે. ત્યારે આ તમામ શિક્ષિત વિદ્યાર્થીઓ અને કોલેજના સ્ટાફ દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા માસ્ક પણ પહેરવામાં આવ્યા નથી ત્યારે ગાંધીનગરમાં કોરોના વધુ ફાટી નીકળશે તેવું ચોક્કસ જોવા મળી રહ્યું છે.

સરકારી કોલેજમાં પરીક્ષાના ફોર્મ ભરતાં વિદ્યાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યાં
સરકારી કોલેજમાં પરીક્ષાના ફોર્મ ભરતાં વિદ્યાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યાં

By

Published : Nov 27, 2020, 10:33 PM IST

  • સરકારી કોલેજમાં પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા
  • વિદ્યાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યાં
  • સેક્ટર 15માં આવેલી સરકારી કોલેજમાં સર્જાઇ સ્થિતિ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાવાયરસ રોજ નવો વિક્રમ નોંધાવ્યો છે. ગાંધીનગરમાં સરેરાશ 100ની નજીક આંકડો પહોંચી ગયો છે. પોલીસ દ્વારા અઘોષિત કર્ફ્યુ નાખવામાં આવ્યો હોય તેમ રાત્રી દરમિયાન દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે. ગાંધીનગર સિવિલમાંથી એક જ શબવાહિનીમાં સાગમટાં મૃતદેહો લઈ જવાના દ્રશ્યો ગઈકાલે જ સામે આવ્યાં હતાં. ત્યારે એવા સમયે આજે ચોકાવનારા દ્રશ્યોને ગાંધીનગર શહેરના સેક્ટર 15માં આવેલી સરકારી કોલેજમાંથી સામે આવી રહ્યાં છે.

  • કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતાં દ્રશ્ય સર્જાયાં

ગાંધીનગર શહેરના સેક્ટર 15માં આવેલી સરકારી વિનયન કોલેજ માં પરીક્ષાના ફોર્મ ભરવા માટે આજે વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો. મહત્વની વાત એ હતી કે કોલેજના સત્તાધીશો પણ કોરોના ચાલ્યો ગયો હોય તેમ આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું સામે આવી રહી છે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાની લાઈનમાં બિલકુલ અડોઅડ ઉભા રહ્યાં છે. જ્યારે વિદ્યાર્થીઓ પણ માસ્ક પહેર્યા વિના જ ફોર્મ ભરવા પડાપડી કરી રહ્યા છે. ત્યારે આ પ્રકારની બેદરકારી જ રાજ્યમાં કોરોનાનો બ્લાસ્ટ કરાવશે તે વાતમાં બેમત નથી.

ABOUT THE AUTHOR

...view details