ગુજરાત

gujarat

ETV Bharat / city

'મોડેલ સ્ટેટ' ગુજરાતમાં ડૉકટર સ્ટુડન્ટની સ્ટાઈપેન્ડ મુદ્દે હડતાલ, સ્ટાઈપેન્ડ નહિ વધે ત્યાં સુધી હડતાલ યથાવત

રાજ્યમાં કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન કોરોના વોરિયર્સ તરીકેનું બિરુદ મેળવનાર તેમજ કોરોના મહામારી દરમિયાન મહત્વની ફરજ બજાવતા ડોક્ટર સ્ટુડન્ટ અત્યારે પોતાના હક લેવા માટે હડતાલ પર ઉતર્યા છે.

Strike
Strike

By

Published : Dec 14, 2020, 1:07 PM IST

  • રાજ્યમાં ડૉકટર સ્ટુડન્ટ હડતાલ પર
  • જ્યાં સુધી સ્ટાઈપેન્ડ નહીં વધે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની ચીમકી
  • સિનિયર રેસિડેન્ટ ડોકટર પર કામનું ભારણ
  • સાઉથ ઇન્ડિયામાં ડૉક્ટર સ્ટુડન્ટને આપવામાં આવે છે 30,000 જેટલું સ્ટાઈપેન્ડ
  • ગુજરાત મોડેલ માં ફક્ત 13,000 જ સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે


    ગાંધીનગર: રાજ્યમાં કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન કોરોના વોરિયર્સ તરીકેનું બિરુદ મેળવનાર તેમજ કોરોના મહામારી દરમિયાન મહત્વની ફરજ બજાવતા ડોક્ટર સ્ટુડન્ટ અત્યારે પોતાના હક લેવા માટે હડતાલ પર ઉતર્યા છે. રાજ્ય સરકારને અનેક રજૂઆત બાદ પણ સ્ટાઈપેન્ડમાં વધારો ન થતાં ગુજરાતમાં બે હજારથી વધુ સ્ટુડન્ટ ડોક્ટર હડતાલ પર ઉતર્યા છે અને જ્યાં સુધી સ્ટાઈપેન્ડ નહીં વધે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની પણ તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


    ગુજરાતમાં ફક્ત 13,000 જ સ્ટાઈપેન્ડ આપવામાં આવી રહ્યું છે


    સ્ટેટમેન્ટ વિશેની વાતમાં વિદ્યાર્થી ડોક્ટરોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ફક્ત ૧૩ હજાર જેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવી રહ્યું છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા કોવિડ અને ઈમરજન્સી સેવામાં પણ કાર્ય કરવાની ફરજ પાડવામાં આવી રહી છે અમે કામથી દૂર નથી ભાગતા પરંતુ અન્ય રાજ્યમાં જે રીતે સ્ટાઇપેન્ડ આપે છે તેવું જ સ્ટાઈપેન્ડ ગુજરાતમાં પણ આપે તેવી માંગ સાથે અમે હડતાલ પર ઉતર્યા છીએ. જ્યાં સુધી ગુજરાત સરકાર વીસ હજાર જેટલું સ્ટાઈપેન્ડ નહીં આપે ત્યાં સુધી અમે હડતાળ યથાવત્ રાખીશું. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારતના તમામ રાજ્યોમાં 30,000 સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.
    મોડેલ સ્ટેટ ગુજરાતમાં ડૉકટર સ્ટુડન્ટની સ્ટાઈપેન્ડ મુદ્દે હડતાલ



    રાજ્યમાં 2000 થી વધુ સ્ટુડન્ટ ડોકટરો અચોક્કસ મુદ્દતની હડતાલ પર

    રાજ્યમાં અત્યારે ડોક્ટર વિદ્યાર્થીઓ દ્વારા સરકારનો વિરોધ કરીને કામથી દૂર રહ્યા છે. જેમાં ગાંધીનગર સિવિલમાં 150 જેટલા ઇન્ટર ડોક્ટર અત્યારે હડતાલ પર છે. જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લાઓમાંથી કુલ 2 હજારથી વધુ ડોકટરો સ્ટાઈપેન્ડમાં વધારાને લઇને હડતાલ કરી રહ્યા છે. જ્યારે ડોક્ટર્સ દ્વારા એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી કે જો રાજ્ય સરકાર સ્ટાઈપેન્ડ 20,000 જેટલું નહીં કરે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવામાં આવશે.


    ઓવર ટાઈમનું નથી આપતા પેમેન્ટ

    ઉલ્લેખનીય છે કે ડોક્ટરની ટીમ સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ઓવરટાઈમના પૈસાની પણ જોગવાઈ છે. જ્યારે અન્ય રાજ્યમાં છ કલાક અને 12 કલાક સમય મર્યાદા પૂર્ણ થઇ ગયા પછી પણ જો ડોક્ટર કાર્યરત રહે તો તેઓને ડ્યૂટીના પેમેન્ટ આપવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં તે પેમેન્ટ પણ ડોક્ટરને આપવામાં નથી આવતું તેવો આક્ષેપ ઇન્ટર્ન ડોકટર દ્વારા કરવામાં આવ્યો હતો.



    સિનિયર રેસિડન્ડ ડૉકટરના કામમાં વધારો

    રાજ્યમાં બે હજાર જેટલા ઇન્ટર્ન ડોક્ટરો અચોક્કસ મુદતની હડતાળ પર છે. ત્યારે અમદાવાદ રાજકોટ સુરત બરોડા અને અન્ય જિલ્લાની સિવિલ હોસ્પિટલોમાં પણ કામનો લોડ વધી રહ્યો છે જ્યારે સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર પર કામનો વધારો થઈ ગયો હોવાની વાત પણ ઇન્ટર્ન ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી. કારણ કે ઇન્ટર્ન ડોક્ટર દ્વારા આઈ.ઈ.યુ., ઈમરજન્સી સેવામાં ફરજ બજાવતા હોય છે ત્યારે તેઓ ગેરહાજર હોવાના કારણે સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર પર કામનું ભારણ વધ્યું છે. જ્યારે દર્દીઓને કોઈ જ પ્રકારની તકલીફ ન હોવાની વાત પણ ઇન્ટર્ન ડોક્ટરોએ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details