ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં ફાયર સેફટીનો કડક અમલ થશે, ફાયર સેફટી ઓફિસરોની નિમણૂક થશે : મુકેશ પુરી

રાજ્યમાં ફાયર એકટનો કડક અમલ કરવા અને આગની ઘટના સંખ્યામાં ઘટાડો કરવા રાજ્ય સરકાર હવે કટિબદ્ધ બની છે.આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ પુરીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે હવેથી રાજ્યમાં ફાયર એક્ટનો કડકમાં કડક અમલ કરવામાં આવશે એન.ઓ.સી મેળવવા માટે હવે લાંબુ વેઇટિંગ કરવું પડશે નહીં પરંતુ હવે ફાયર સેફટી ઓફિસરની નિમણૂક કરીને ફાયર સેફટી ઓફિસર એનઓસી આપે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

રાજ્યમાં ફાયર સેફટીનો કડક અમલ થશે, ફાયર સેફટી ઓફિસરોની નિમણૂક થશે : મુકેશ પુરી
રાજ્યમાં ફાયર સેફટીનો કડક અમલ થશે, ફાયર સેફટી ઓફિસરોની નિમણૂક થશે : મુકેશ પુરી

By

Published : Oct 3, 2020, 9:24 PM IST

ગાંધીનગર : મુકેશ પુરીએ પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે રાજ્યમાં ફાયરની એનઓસી મેળવવા માટે તથા તેના ચેકિંગ કરવા માટે જે તે વિભાગને પૂરતો સમય મળતો નથી જેથી હવે રાજ્યમાં ફાયર સેફ્ટી ઓફિસરની નિમણૂક કરવામાં આવશે. આ ફાયર સેફટી ઓફિસરની નિમણૂક કોન્ટ્રાક્ટ ઉપર કરવામાં આવશે કે નહીં તે બાબતનો જવાબ આપતા જણાવ્યું હતું કે તેઓને કન્સલ્ટન્ટ તરીકેની નિમણૂક આપવામાં આવશે. જે હવેથી તેઓ ફાયરની એન.ઓ.સી. આપશે જ્યારે ફાયરની એન.ઓ.સી. આપ્યા બાદ જવાબદારી પણ એન.ઓ.સી. આપનાર અધિકારીની જ રહેશે.

ફાયર એકટનો કડક અમલ કરવા અને આગની ઘટના સંખ્યામાં ઘટાડો કરવા રાજ્ય સરકાર હવે કટિબદ્ધ
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી આગની મોટી ઘટનાઓ બની રહી છે ત્યારે તમામ જગ્યાએથી એન.ઓ.સી નો જ ઇસ્યુ સામે આવતો હોય છે ત્યારે આ સમસ્યાને ઉકેલવા માટે રાજ્ય સરકાર હવે ખાનગી અને તાલીમબદ્ધ યુવા ફાયર સેફટી ઓફિસર્સની કેડર ઉભી કરી છે જ્યારે શહેરીકરણના વ્યાપ વધતાં સામે ખાનગી ફાયર સેફટી ઓફિસર અને સેવાઓ મળતી થતાંએનઓસી રીન્યુ કરાવવાનું વધુ સરળ બની જશે. આ ઉપરાંત નાગરિકોને પણ નગરપાલિકા કે મહાનગરપાલિકા કચેરીમાં ફાયરની એન.ઓ.સી. રીન્યુ કરાવવા જવું નહીં પડે..
રાજ્ય સરકાર હવે ખાનગી અને તાલીમબદ્ધ યુવા ફાયર સેફટી ઓફિસર્સની કેડર ઉભી કરશે
રાજ્યમાં હવે દરેક હાઈરાઈઝ બિલ્ડીંગ સંકુલો સ્કૂલ-કોલેજો હોસ્પિટલ અને ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને તે રીન્યુ કરાવવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે જ્યારે નવા ફાયર સેફટી ઓફિસરમા સિવિલ, મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે ડિગ્રી ધરાવતા યુવા ઇજનેરોને સરકારે જરૂરી તાલીમ લીધા બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે ખાનગી પ્રેક્ટિસ માટે રાજ્ય સરકાર મંજૂરી આપશે.

ABOUT THE AUTHOR

...view details