ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના વાઇરસની ગાઈડ લાઈનનું વિધાનસભામાં ચુસ્ત પાલન - ગુજરાત વિધાનસભા

કોરોના વાઇરસના સંક્રમણ કાળમાં લોકડાઉન બાદ પ્રથમ વખત ગુજરાતનું વિધાનસભાનું 5 દિવસીય ચોમાસું સત્ર મળી રહ્યું છે, ત્યારે ગૃહના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સૂચના અનુસાર કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. બપોરે 12 વાગ્યે શરૂ થયેલી વિધાનસભાની પ્રથમ બેઠકમાં પ્રધાનો સાથે ધારાસભ્યો પણ વિધાનસભા પહોંચ્યા હતા.

ETV BHARAT
કોરોના વાઇરસની ગાઈડલાઈનનું વિધાનસભામાં ચુસ્ત પાલન

By

Published : Sep 21, 2020, 3:13 PM IST

ગાંધીનગરઃ કોરોના વાઇરસના સંક્રમણ કાળમાં લોકડાઉન બાદ પ્રથમ વખત ગુજરાતનું વિધાનસભાનું 5 દિવસીય ચોમાસું સત્ર મળી રહ્યું છે, ત્યારે ગૃહના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સૂચના અનુસાર કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. બપોરે 12 વાગ્યે શરૂ થયેલી વિધાનસભાની પ્રથમ બેઠકમાં પ્રધાનો સાથે ધારાસભ્યો પણ વિધાનસભા પહોંચ્યા હતા.

વિધાનસભામાં કોરોના વાઇરસની ગાઈડલાઈનનું પાલન

વિધાનસભામાં તમામ ધારાસભ્યોનો કોરોના રિપોર્ટ કરવામાં આવતો હતો. આ ઉપરાંત તમામ ધારાસભ્યોને માસ્ક પહેરવું ફરજિયાત હતું, ત્યારે અમુક ધારાસભ્યો વધુ કાળજી રાખીને ફેશશીલ્ડ પહેરીને આવ્યા હતા. આ સાથે જ વિધાનસભાની બેઠક વ્યવસ્થામાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય, તેનું ધ્યાન રાખીને કરવામાં આવી હતી.

કોરોના વાઇરસની ગાઈડલાઈનનું વિધાનસભામાં ચુસ્ત પાલન

ઉલ્લેખનીય છે કે, જે ધારાસભ્ય કોરોના પોઝિટિવ, હોમ ક્વોરેન્ટાઇન કે પછી કોરોનાની સારવાર લઇ રહ્યા છે, તે ધારાસભ્યો વિધાનસભામાં ઉપસ્થિત રહી શક્યા નહોતા.

ABOUT THE AUTHOR

...view details