- રાજ્ય સરકારે જાહેર કરી રથયાત્રાની શરતો
- Etv Bharatના પ્રશ્ન પર ગૃહપ્રધાન જાડેજાનો જવાબ
- અમદાવાદમાં કોવિડના કેસોમાં વધારો થાય તેવી પ્રવૃત્તિ ચલાવી નહિ લેવાય
- ગાઈડલાઇન્સનો ભંગ કરનારા વિરુદ્ધ થશે કડક કાર્યવાહી
ગાંધીનગર: રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સરકારની મંજૂરી પર રથયાત્રાની કરવાની જાહેરાત કરી છે કે, જ્યારે ગુરુવારે ભગવાન જગન્નાથ મંદિરમાં યોજાયેલી મામેરાની વિધિમાં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. ત્યારે આ બાબતે ETV ભારત દ્વારા રાજ્ય કક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને સવાલ કર્યો હતો. જેના જવાબમાં પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ફક્ત શરતી મંજૂરી આપવામાં આવી છે, અમદાવાદમાં કોરોના કેસમાં વધારો થાય તેવી પ્રવૃત્તિ કરનારા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: કોરોનાને ધ્યાનમાં રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે: પ્રદિપસિંહ જાડેજા
શરતી પરવાનગી આપવામાં આવી
પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, લોકોની આસ્થા અને શ્રધ્ધાને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા રથયાત્રા બાબતે શરતી પરવાનગી આપવામાં આવી છે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું સખતમાં સખત રીતે પાલન કરવાનું રહેશે. જ્યારે કોઈ પણ વ્યક્તિ કોરોના ગાઈડલાઈનનો વિરોધ કરશે અથવા તો ગાઈડલાઈનને અનુસરશે નહીં તેમને સ્થાનિક તંત્ર દ્વારા જે તે વ્યક્તિ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
સ્થાનિક તંત્ર દ્વારા થશે કાર્યવાહી