ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના વેક્સિન માટે ગાંધીનગરમાં સ્ટોરેજ રૂમ તૈયાર

સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેર ચાલી રહ્યો છે, ત્યારે ભારતમાં કોરોનાની બે વેક્સિન પ્રાપ્ત થઈ છે. કેન્દ્ર સરકારે 16 જાન્યુઆરીથી વેક્સિનેશન માટેની સત્તાવાર જાહેરાત પણ કરી છે, ત્યારે ગુજરાત રાજ્યમાં પણ 16 તારીખ કે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને વેક્સિનેશન આપવામાં આવશે. જે માટે ગાંધીનગરમાં ખાસ સ્ટોરેજ બનાવવામાં આવ્યો છે. જેમાં 10 લાખ જેટલા ડોઝ રહે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

કોરોના વેક્સિન માટે ગાંધીનગરમાં સ્ટોરેજ રૂમ તૈયાર
કોરોના વેક્સિન માટે ગાંધીનગરમાં સ્ટોરેજ રૂમ તૈયાર

By

Published : Jan 11, 2021, 7:09 PM IST

  • ગાંધીનગરમાં કોરોના વેક્સિન માટે સ્ટોરેજ રૂમ બનાવાયો
  • 10 લાખ જેટલા ડોઝ રહે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી
  • અમદાવાદ અને ભાવનગર માટેની રસી પણ અહીં કરાશે સ્ટોરેજ

ગાંધીનગરઃ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બનાવવામાં આવેલા સ્ટોરેજ વેક્સિન રૂમના ઈન્ચાર્જ માલતીબેન પંચાલે ETV ભારત સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સ્ટોરેજમાં 10 લાખ ડોઝ રાખી શકાય તેટલી કેપેસિટી રાખવામાં આવી છે. આ સ્ટોર રૂમમાં ગાંધીનગર ઉપરાંત અમદાવાદ અને ભાવનગર જિલ્લાની કોરોના વેક્સિન પણ સ્ટોરેજ કરવામાં આવશે.

વેક્સિન માટે તાપમાન માઈનસ સુધીનું રાખવામાં આવ્યું

તાપમાન માઇનસ ડિગ્રીમાં ETV ભારત દ્વારા રૂમની અંદર જઈને ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. વેક્સિન માટે તાપમાન માઈનસ સુધીનું રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વેક્સિન માટે ખાસ તાપમાનની જરૂર પડે છે, ત્યારે ગાંધીનગર ખાતે રાખવામાં આવેલા સ્ટોરેજ રૂમનું તાપમાન પણ ખૂબ જ નીચું રહ્યું છે.

ત્રણ અલગ-અલગ વિભાગમાં આ રૂમ તૈયાર કરવામાં આવ્યો

આમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની પાછળ કેમ્પસમાં કોરોના વેક્સિન માટેનો સ્પેશિયલ સ્ટોરેજ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. ત્રણ અલગ-અલગ વિભાગમાં આ રૂમ તૈયાર કરવામાં આવ્યાં છે, જેમાં ગાંધીનગર, અમદાવાદ અને ભાવનગર જિલ્લા માટેની કોરોના રસીના ડોઝ મુકવામાં આવશે. જે કુલ 10 લાખથી વધુની કેપેસીટી ધરાવતા હોવાનું પણ વેક્સિન સ્ટોરના ઈન્ચાર્જ માલતીબેન પંચાલે જણાવ્યું હતું.

કોરોના વેક્સિન માટે ગાંધીનગરમાં સ્ટોરેજ રૂમ તૈયાર

ABOUT THE AUTHOR

...view details