ગુજરાત

gujarat

ETV Bharat / city

Stock Limit On Edible Oil Gujarat: હવે વેપારીઓ તેલના ડબ્બા મર્યાદિત સંખ્યામાં સ્ટોરેજ કરી શકશે, થશે સરપ્રાઇઝ ચેકિંગ - ખાદ્ય તેલ બીજ સ્ટોક ગુજરાત

રાજ્યમાં હવે કોઇપણ વેપારી અને ડીલર અમુક મર્યાદાની અંદર જ ખાદ્યતેલનું સ્ટોરેજ (Stock Limit On Edible Oil Gujarat) કરી શકશે. સરકારનું નોટિફિકેશન આવી ગયું છે. સરકાર દ્વારા આને લઇને સરપ્રાઇઝ ચેકિંગ પણ કરવામાં આવશે.

Stock Limit On Edible Oil Gujarat: હવે વેપારીઓ તેલના ડબ્બા મર્યાદિત સંખ્યામાં સ્ટોરેજ કરી શકશે, થશે સરપ્રાઇઝ ચેકિંગ
Stock Limit On Edible Oil Gujarat: હવે વેપારીઓ તેલના ડબ્બા મર્યાદિત સંખ્યામાં સ્ટોરેજ કરી શકશે, થશે સરપ્રાઇઝ ચેકિંગ

By

Published : Feb 24, 2022, 9:08 PM IST

ગાંધીનગર: રાજ્યમાં સમયાંતરે તેલના ભાવમાં વધારો-ઘટાડો (Edible Oil Price In Gujarat) થતો હોય છે, પરંતુ અમુક સમયે ભાવ એટલો વધી જાય છે કે સામાન્ય વ્યક્તિને તેલ ખરીદવું મોંઘું પડી જાય છે. રાજ્ય સરકાર દ્વારા આજે સત્તાવાર રીતે ખાસ નોટિફિકેશન (Edible Oil gujarat government notification) જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં હવે કોઇપણ વેપારી અને ડીલર અમુક મર્યાદાની અંદર જ તેલનું સ્ટોરેજ (Stock Limit On Edible Oil Gujarat) કરી શકશે.

ભાવો સતત વધતા સરકારે નિયંત્રણ લગાવ્યું

હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia Ukraine War 2022)ની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ખાદ્ય તેલના ભાવો સતત વધતા સરકારે નિયંત્રણ લગાવ્યું છે. રાજ્ય સરકારે જાહેર કરેલા નોટિફિકેશનમાં રિટેલમાં 30 ક્વિન્ટલ, જ્યારે હોલસેલમાં 500 કરોડનો જથ્થો સંગ્રહ કરી શકાશે. Edible oil seedના 100 ક્વિંટલ અને હોલસેલમાં 2000 ક્વિંટલ જથ્થા (Edible oil seed stock gujarat)નો સંગ્રહ કરી શકાશે.

આ પણ વાંચો:રાજકોટમાં સીંગતેલના ભાવના ડબ્બામાં 50 રૂપિયાનો વધારો, એક મહિનામાં 100 રૂપિયા કિંમત વધે તેવી શક્યતા

સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે

આજે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગ (department of food and civil supplies gujarat) દ્વારા ખાસ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. હવે આ બાબતે ખાસ ચેકિંગ પણ કરવામાં આવશે. પુરવઠા વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓ-તાલુકાઓમાં તમામ વેપારીઓ-હોલસેલ વેપારીઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ પણ કરવામાં આવશે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને વેપારીઓએ તેમનો વર્તમાન સ્ટોક જાહેર પણ કરવો પડશે.

આ પણ વાંચો:Peanut oil prices in Rajkot : રાજકોટમાં સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો, હવે સ્થિર રહેવાની આશા

વેપારીઓને બિનજરૂરી હેરાન નહીં કરવામાં આવે

આ પરિપત્ર બાદ વેપારીઓને બિનજરૂરી હેરાન નહીં કરવામાં આવે તેવી પણ જાહેરાત વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા વેપારીઓ અને હોલસેલ ઉપર મર્યાદિત સ્ટોક રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે બજાર ભાવ પણ કંટ્રોલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે, અમુક સમયે વધુ નફો મેળવવા માટે ઓછો સ્ટોક બજારમાં સપ્લાય કરવામાં આવે છે, જેથી ભાવ ઊંચકાય છે. આ ભાવ કંટ્રોલ કરવા માટે પણ રાજ્ય સરકારનું આ નોટિફિકેશન મહત્વનું સાબિત થશે.

ABOUT THE AUTHOR

...view details