ગાંધીનગરઃ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વખતે ધોરણ 12 સાયન્સમાં 95,361 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ધોરણ 12 સાયન્સનું 72 ટકા જાહેર થયું છે. 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 3,306 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો. જ્યારે ધોરણ 12 સાયન્સ ગુજરાતી માધ્યમનું પરિણામ (Std 12 Science Result Declared) 72. 4 ટકા આવ્યું છે. રાજ્યમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા માટે 1,08,000 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ સાથે જ ગુજકેટ 2022નું પણ પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓ આ પરિણામ www.gseb.org પર જોઈ શકશે.
શિક્ષણ પ્રધાને વિદ્યાર્થીઓને આપી શુભેચ્છા - આ અંગે માહિતી આપતા શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ (Jitu Vaghani on Std 12 Result ) જણાવ્યું હતું કે, તમામ વિદ્યાર્થીઓને પરિણામની શુભેચ્છા. આ વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ છે. આ વખતે ધોરણ 12 સાયન્સનું 72.02 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે અમરેલીના લાઠી કેન્દ્રનું સૌથી વધુ 96.12 ટકા પરિણામ આવ્યું છે. તો સૌથી ઓછું 33.33 ટકા પરિણામ દાહોદના લીમખેડા કેન્દ્રનું આવ્યું છે.
આ પણ વાંચો-બનાસકાંઠાનો વિદ્યાર્થી રિઝલ્ટ જોઈને ખુશ નહીં પણ નિરાશ થયો, કારણ જાણીને તમે પણ કહેશો ઓ બાપ રે...