- શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી અધ્યક્ષતામાં યોજાશે સેમિનાર
- 13 અને 14 ડિસેમ્બરના રોજ યોજાશે સેમિનાર
- ભારતીય શિક્ષણ પ્રણાલિ વિશ્વની બીજી સૌથી મોટી ઉચ્ચ શિક્ષણ પ્રણાલિ
ગાંધીનગર: ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે ટેન્ટ સીટી-2,સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે બે દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા 13 અને 14 ડિસેમ્બર, 2021ના રોજ આયોજિત આ સેમિનારમાં રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિશ, રજિસ્ટ્રાર IQAC કો-ઓર્ડિનેટર હાજરી આપશે.
૨૪૦ મહાનુભાવો સેમિનારમાં ઉપસ્થિત રહેશે
રાજ્યના શિક્ષણપ્રધાન (Minister of State for Education) જીતુ વાઘાણી અને રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાન કુબેર ડીંડોર અને કિર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આ સેમિનાર યોજાશે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ (Principal Secretary, State Department of Higher Education) એસ.જે.હૈદર અને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણના નિયામક (Director of Higher Technical Education) પણ કાર્યક્રમમાં સહભાગી થશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની સરકારી, ખાનગી અને સેક્ટોરિયલ યુનિવર્સિટીના કુલપતિ રજિસ્ટ્રાર અને IQAC કો-ઓર્ડિનેટર સહિતના આશરે ૨૪૦ મહાનુભાવો સેમિનારમાં ઉપસ્થિત રહેશે અને માર્ગદર્શન આપશે.
ભારતીય શિક્ષણ પ્રણાલિ વિશ્વની બીજી સૌથી મોટી ઉચ્ચ શિક્ષણ પ્રણાલિ