ગાંધીનગર:રાજ્યના પાટનગર ગાંધીનગરમાં નેશનલ લૉ યુનિવર્સિટીમાં (Gujarat law University Gandhinagar) કન્વીક્સન રેટ સરકારી વકીલોની ભૂમિકા પર એક કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. જ્યારે ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશન તરફથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 63 જેટલા તાલુકાના મદદનીશ (Govt Advocates) સરકારી વકીલોએ ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં આવેલા રાજ્યના કાયદાપ્રધાન રાજન્દ્ર ત્રિવેદીએ (Rajendra Trivedi Minister) કોર્ટના કેસનો ઝડપથી નીકાલ થાય એ અંગે ભાર મૂક્યો છે. આ સાથે એવું પણ કહ્યું હતું કે, સરકારી વકીલોનું અપમાન એ સરકારનું અપમાન છે.
સરકારી વકીલનું અપમાન એ સરકારનું અપમાન: રાજેન્દ્ર ત્રિવેદી,પેન્ડિગ કેસનો નિકાલ જરૂરી આ પણ વાંચો:સચિવાલયમાં કોરોનાની એન્ટ્રી, મુખ્ય સચિવ પંકજકુમાર થયા કોરોના પોઝિટિવ
કામ વકીલનું:આ પ્રસંગે કાયદો અને ન્યાય પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે ઘણી વાર મને એમ થાય છે કે, હું પાછો વકીલાત કરું. કેમ કે સરકારી વકીલનું અપમાન એ સરકારનું અપમાન છે. એક વકીલ શું કરી શકે એ ગાંધી અને સરદાર તેના ઉદાહરણ હતા. વકીલ સમાજને બચાવાનું કામ કરે છે. ચણા મમરાની જેમ રિમાન્ડ અપાઈ જાય તે ના ચાલે, ગમે તેમ રિમાન્ડ અપાય છે તેવું ન થવું જોઈએ. વકીલે કોર્ટમાં વ્યવસ્થિત જવું જોઈએ. જો વકીલ સારા હશે તો જજ સારા હશે. આવનારા સમયમાં 100 લોકોના પ્રોબેશન પૂર્ણ થાય છે.
આ પણ વાંચો:રાજ્યમાં હવે ડ્રોનથી યુવાનોને મળશે રોજગારી, ટૂંક સમયમાં શરૂ થશે નવો કોર્સ
સાક્ષીને યોગ્ય વાતાવરણ આપો:ટૂંક સમયમાં એની જાહેરાત કરવામાં આવશે. કોઈ પણ નિર્દોષને સજા ન થવી જોઈએ. તેમજ આરોપીને સજા થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. સાક્ષીને યોગ્ય વાતાવરણ પૂરું પડવું જોઈએ. એક જજ તરીકે બેસીએ ત્યારે પોતાની ભૂમિકા પોતાની રીતે ભજવવાની હોય છે. જે સત્ય હોય તેની પર ભાર રાખવો જોઈએ. આ પરિસંવાદમાં વકીલોને જરૂરી તમામ બાબતો કહેવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ પહેલો કાર્યક્રમ યોજાયો છે. આગામી સમયમાં સરકારી વકીલ અને કોર્ટનું માન વધારે જળવાય તેવા પ્રયાસો કરવામાં આવશે.