- રાજ્ય સરકારનો કોવિડ-19ને લઈને નિર્ણય
- કોર કમિટીમાં લેવાયો નિર્ણય
- રાજ્ય સરકાર 2,000 નર્સની સીધી ભરતી કરશે
ગાંધીનગર:રાજ્યમાં કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આરોગ્ય સેવાઓમાં માનવબળ વધુ સુદ્રઢ બનાવવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોર કમિટીમાં મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં 2,000 જેટલી નર્સની સીધી ભરતી કરવામાં આવશે.
આ પણ વાંચો: હાઈકોર્ટના લોકડાઉન અંગેના નિર્દેશ બાદ કોર કમિટી સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેવાશે : CM રૂપાણી
તાત્કાલિક ધોરણે ભરતી થશે
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાન હેઠળ મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં બે હજારથી વધુ નર્સની જગ્યાઓ તાત્કાલિક ધોરણે સીધી ભરતીથી ભરવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ માનવબળ વધુ સુદ્રઢ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો નિર્ણય, 30 એપ્રિલ સુધી તમામ કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ
રાજ્યમાં કેટલી જગ્યાઓ છે ખાલી ?
કોર કમિટીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં 2,019 જેટલી હાલ ખાલી પડેલી નર્સિસની જગ્યાઓ સીધી ભરતીથી તાત્કાલિક ધોરણે ભરવાની પ્રક્રિયા આરોગ્ય વિભાગ હાથ ધરશે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સારવાર-સુશ્રૃષા સહિત અન્ય આરોગ્યલક્ષી સેવાઓમાં મહત્વપૂર્ણ ફરજ નિભાવતી નર્સિસની આ ભરતીને પરિણામે રાજ્યમાં આરોગ્ય સેવાકર્મીઓમાં વધુ માનવબળ જોડાતાં દરદીઓની સારવાર સેવામાં વધુ ગતિ આવશે.