આત્મનિર્ભર ભારતની પ્રક્રિયામાં રાજ્યની યુનિવર્સિટી નિર્ણાયક ભૂમિકા ભજવે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા - શિક્ષણવિભાગ
કોરોના વાઈરસને કારણે દેશમાં આર્થિક રીતે અનેક નુકશાન થયું છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનું સૂત્ર આપીને દેશને આત્મનિર્ભર બનાવવાની વાત કરી છે. ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ આત્મનિર્ભર ભારત બનાવવાની પ્રક્રિયામાં નિર્ણાયક ભૂમિકા ભજવે તેવી હાકલ રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી છે.

ગાંધીનગર: રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓના ટ્રસ્ટીઓ સાથે અભિનય દ્વારા સંવાદ કર્યો હતો. પીએમ મોદી આત્મનિર્ભર ભારતનું જ્યારે આહવાન કર્યું છે ત્યારે તેમાં ગુજરાત મહત્ત્વની ભૂમિકા ભજવે તે માટે રાજ્યની યુનિવર્સિટીઓ ઇનોવેશન વર્કને મહત્વ આપીને વધુમાં વધુ ઇનોવેશન ઇન્ટેલેક્ચ્યુ પ્રોપર્ટી અને પેટન્ટ ફાઇલ તૈયાર કરવા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આહવાન કર્યું છે. ગાંધીનગર ખાતે રાજ્યની ખાનગી યુનિવર્સિટીમાં ટ્રસ્ટી અને પ્રોવોસ્ટના વેબિનારમાં સંબોધન કરતાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આપણા સૌના સહિયારા પ્રયાસોના કારણે static અને ઇનોવેશનમાં દેશ પ્રથમ સ્થાને આવ્યો છે ત્યારે આ સ્થાને આગામી સમયમાં પણ ટકાવી રાખી વિશ્વના રેન્કિંગમાં સ્થાન મેળવવા આપણે સંકલ્પ કરવાનો છે.