ગાંધીનગર: રાજ્યમાં ગરીબ બાળકોને સારી શાળામાં પ્રવેશ મળી શકે તે માટે સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન નિયમ કરવામાં આવ્યો છે. રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એડમિશન લેવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે જ પાંચ હજારથી વધુ અરજીઓ મળી છે.
રાજ્યમાં RTE એડમિશન શરૂ, એક દિવસમાં 5 હજારથી વધુ ફોર્મ ભરાયાં
રાજ્યમાં ગરીબ બાળકોને સારી શાળામાં પ્રવેશ મળી શકે તે માટે સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન નિયમ કરવામાં આવ્યો છે. રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એડમિશન લેવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે જ પાંચ હજારથી વધુ અરજીઓ મળી છે.
આ બાબતે પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઈ. જોષીએ જણાવ્યું હતું કે, ધોરણ-1ના બાળકો માટે રાઈટ ટુ એજ્યુકેશનના પ્રવેશમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે જ પાંચ હજારથી વધુ ફોર્મ પ્રાપ્ત થયાં છે. જ્યારે આ સમગ્ર અરજી ફોર્મ ફક્ત ઓનલાઇન જ ભરવાના રહેશે. જ્યારે દર વર્ષે ફોર્મ ભર્યા બાદ દરેક જિલ્લામાં રીસીવિંગ સેન્ટર ઉભું કરવામાં આવે છે કે, જ્યાં જઈને વાલીઓ પોતાના દસ્તાવેજ જમા કરાવી શકે.
જો કે, આ વર્ષે covid-19 પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રીસીવિંગ સેન્ટર રાખવામાં આવ્યાં નથી. જ્યારે તેના ઓપ્શનમાં વાલીઓએ પુરાવા સ્કેન કરીને ઓનલાઇન જ એટેચ કરવાના રહેશે, ત્યારબાદ ફોર્મની ચકાસણી કરીને ફોર્મ રિજેક્ટ કરવું કે સ્વીકારવું તેની જવાબદારી જિલ્લા કક્ષાની રહેશે. જ્યારે આ વર્ષે કોઈ પણ પ્રકારની ફરિયાદ હજી સુધી આવી નથી. આ ઉપરાંત જો કોઈને પ્રશ્ન અથવા તો સમસ્યા હોય તો તેઓ માટે હેલ્પલાઈન નંબરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.