ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યકક્ષાની 15 August ઉજવણી જૂનાગઢમાં, પોલીસ ટ્રેનિંગ સ્કૂલ ખાતે થશે ઉજવણી - 15 August

રાજ્ય સરકારના ગૃહવિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સ્કૂલ ( Junagadh Police Training School ) ખાતે 15મી ઓગસ્ટના ( 15 August Independence Day ) રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવશે. જેની રાજ્યના ગૃહવિભાગ અને જૂનાગઢ સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમ જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ શાળા ખાતે રાજ્યકક્ષાનો 74માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે.

રાજ્યકક્ષાની 15 August ઉજવણી જૂનાગઢમાં, પોલીસ ટ્રેનિંગ સ્કૂલ ખાતે થશે ઉજવણી
રાજ્યકક્ષાની 15 August ઉજવણી જૂનાગઢમાં, પોલીસ ટ્રેનિંગ સ્કૂલ ખાતે થશે ઉજવણી

By

Published : Jul 22, 2021, 6:42 PM IST

  • 15 ઓગસ્ટની રાજ્યકક્ષાની ઊજવણી થશે જૂનાગઢમાં
  • રાજ્યના ગૃહવિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી
  • જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ એકેડેમીમાં થશે કાર્યક્રમ
  • રાજ્યના ડીજીપી, રાજ્યપાલ અને મુખ્યસચિવ હાજર રહેશે જૂનાગઢમાં

ગાંધીનગર: રાજ્યમાં 74માં સ્વતંત્રતા દિવસની ( 15 August Independence Day ) ઉજવણી રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢમાં ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, ગૃહવિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં સરકાર દ્વારા જૂનાગઢ પોલીસ એકેડેમીમાં ( Junagadh Police Training School ) તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે આ કાર્યક્રમ ગત વર્ષની જેમ કોવિડ ગાઈડલાઇન્સ અને ગણતરીના મહેમાનોની હાજરીમાં કરવામાં આવશે.

કોણ કોણ રહેશે હાજર
રાજ્યકક્ષાના 74માં સ્વાતંત્ર્ય પર્વની ( 15 August Independence Day ) જો વાત કરવામાં આવે તો જૂનાગઢ ખાતે જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં ( Junagadh Police Training School ) રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( CM Rupani ) રાજ્યપાલ દેવદત્ત આચાર્ય, રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકિમ તથા રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા રાજ્યના ગૃહવિભાગના મુખ્ય અધિક સચિવ પંકજ કુમાર હાજર રહેશે. આ ઉપરાંત જૂનાગઢના જ રહેવાસી અને રાજ્યમાં કેબિનેટપ્રધાન જવાહર ચાવડા પણ જૂનાગઢના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં હાજર રહેશે.

કોવિડ ગાઈડલાઇન્સ પ્રમાણે યોજાશે કાર્યક્રમ

રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ પણ કાર્યક્રમ યોજીને ઉજવણી કરી હતી ત્યારે કોરોના ગાઈડ લાઈન્સના (Corona Guide Lines ) નિયમોને ધ્યાનમાં લઈને ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હવે આ વર્ષે પણ કોરોના ગાઇડલાઇન્સ પ્રમાણે જ 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકારના નોટિફિકેશન પ્રમાણે 150 જેટલા જ આમંત્રિતો ઉપસ્થિત રહેશે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક પણ લગાવવું પડશે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં આતંકી હુમલાની શક્યતા, 15 ઓગસ્ટ સુધી એલર્ટ જાહેર

આ પણ વાંચોઃ CM Rupani Nadabet Visit: બનાસકાંઠાના નડાબેટના વિકાસના કામોનું મુખ્યપ્રધાને નિરીક્ષણ કર્યું

ABOUT THE AUTHOR

...view details